પલટો@ઉ.ગુ: રાત્રે અચાનક વરસાદી ઝાપટું, હવામાન બદલાતાં ખેતીપાકને અસર

અટલ સમાચાર, મહેસાણા કોરોના ત્રાસ વચ્ચે ગઇકાલે સાંજે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના અમુક તાલુકાઓમાં વરસાદ આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ વરસ્યો હતો. આ તરફ બનાસકાંઠા અને પાટણ જીલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
પલટો@ઉ.ગુ: રાત્રે અચાનક વરસાદી ઝાપટું, હવામાન બદલાતાં ખેતીપાકને અસર

અટલ સમાચાર, મહેસાણા

કોરોના ત્રાસ વચ્ચે ગઇકાલે સાંજે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના અમુક તાલુકાઓમાં વરસાદ આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ વરસ્યો હતો. આ તરફ બનાસકાંઠા અને પાટણ જીલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં મોડીરાત્રે વરસાદ આવતાં થોડાક અંશે કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. આ તરફ અગાઉની વરસાદથી માંડ બેઠા થયેલા કૃષિપાકને ફરી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ, ખારીયા, થરા, શિહોરી સહિતના વિસ્તારોમાં અચાનક વરસાદ વરસતા ખેડૂતોનો બાકી રહેલા પાકને પણ નુકસાન થયું છે. આ તરફ પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી અને શંખેશ્વર પંથરમાં મોડી રાત્રે પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા. પાછોતરા વરસાદથી ખેડૂતોના મગફળી, કઠોળ, શાકભાજી અને જીરાના પાકને નુકસાન જવાની ભીતી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતા સાઈકલોનીક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, દિવ, પાટણ અને મહેસાણામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ તુટી પડશે.