ઉ.ગુ.ના મહિલા અધિકારી સુખી દામ્પત્ય જીવન વચ્ચે આવી જાય છે ગમની દુનિયામાં

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાત વહિવટીતંત્રમાં અનેક કદાવર મહિલા નેતા સાથે બાહોશ મહિલા અધિકારીઓ પણ છે. જોકે સ્પષ્ટ વક્તા અને ક્લાસ-1 અધિકારી ગણાતા એક મહિલા અધિકારી ક્યારેક ગમની દુનિયામાં આવી જાય છે. સુખી દામ્પત્ય જીવન વચ્ચે લાગણી, પ્રેમ અને ભાવનાત્મક બાબતો બેચેન બનાવી રહી છે. અનેક કાળજીઓ છતાં ગમની હીન્ટ આવી જાય છે. સામાન્ય રીતે
 
ઉ.ગુ.ના મહિલા અધિકારી સુખી દામ્પત્ય જીવન વચ્ચે આવી જાય છે ગમની દુનિયામાં

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાત વહિવટીતંત્રમાં અનેક કદાવર મહિલા નેતા સાથે બાહોશ મહિલા અધિકારીઓ પણ છે. જોકે સ્પષ્ટ વક્તા અને ક્લાસ-1 અધિકારી ગણાતા એક મહિલા અધિકારી ક્યારેક ગમની દુનિયામાં આવી જાય છે. સુખી દામ્પત્ય જીવન વચ્ચે લાગણી, પ્રેમ અને ભાવનાત્મક બાબતો બેચેન બનાવી રહી છે. અનેક કાળજીઓ છતાં ગમની હીન્ટ આવી જાય છે.

સામાન્ય રીતે મહિલા વર્ગ પુરુષોની સરખામણીએ અત્યંત લાગણીશીલ અને સંવેદનશીલ હોય છે. મહિલાઓમાં પણ નોકરી કરતાની સામે ઘરકામ કરતાની મહિલાઓ વધુ ભાવનાત્મક હોય છે. અધિકારી વર્ગની મહિલાઓ ખૂબ જ નજીવી સંખ્યામાં લાગણીશીલ હોય છે.

જોકે, ઉત્તર ગુજરાતના એક મહિલા અધિકારી કોઈ કારણસર ક્યારેક-ક્યારેક ગમની દુનિયામાં ખોવાઈ જાય છે. સાૈથી વધુ મહત્વની વાત એ છે કે, મહિલા અધિકારી સુખી દામ્પત્ય જીવન વચ્ચે પણ લાગણીના વમળોમાંથી બેચેનીમાં આવી જાય છે. મહિલા અધિકારી મોભાદાર હોદ્દો ધરાવતા અને ખોટુ ચલાવી ન શકે તેવા છે પરંતુ લાગણીનો ઉભરો ઠલવાઈ જાય છે.

ફરજ દરમિયાન ખૂબ જ કાળજી રાખી કોઈ ગમ કે બેચેની ન હોવાનું ધ્યાન રાખે છતાં જેમ સાચુ મોઢે આવી જાય તેમ દિલની બેચેનીની હીન્ટ ક્યારેક બહાર આવી જાય છે.

અહીં ગમનો અર્થ સંબંધોમાં ધોબીપછાડ નથી પરંતુ લાગણીની દુનિયામાં સગા-વહાલા, હિતેચ્છુઓ, મિત્રો અને ઓળખીતા સાથેનો વર્ષો જૂનો સંબંધ એવા વળાંકોમાંથી પસાર થાય છે કે તેને સહન કરવો અત્યંત મુશ્કેલ બની રહ્યો છે. આવી સ્થિતિ સામે કોમળ છતાં કઠોર હ્દયે મહિલા અધિકારી ઝઝૂમતા હોવાથી તેની ઈફેક્ટ વર્તાઈ રહી છે.