મહેસાણા-પાટણ-બનાસકાંઠા-સાબરકાંઠા જીલ્લાની રેશનિંગ દુકાનોએ ફરીયાદ બોર્ડ જ નથી

અટલ સમાચાર મહેસાણા. રેશનિંગ દુકાનોના સંચાલકોએ જીલ્લા ફરીયાદ અને રાજય ફરીયાદ નિવારણની વિગતો દર્શાવતું બોર્ડ લગાવવું ફરજીયાત છે. રાજય અન્ન અને આયોગ અને પુરવઠા સહિતની જોગવાઇઓ મુજબ રેશનિંગની દૂકાનોના લાભાર્થીઓને ફરીયાદ કરવાની તક આપવા માહિતિ દર્શાવવાનું નકકી છે.ઉત્તર ગુજરાતના મહેસાણા-પાટણ-બનાસકાંઠા-સાબરકાંઠા જીલ્લાની રેશનિંગની દૂકાનો પૈકી ૮૦% જગ્યાએ બોર્ડ નથી. લાભાર્થીઓને નિયમોનુસાર જો પુરવઠાનો જથ્થો ન મળતો હોય તો જીલ્લા
 
મહેસાણા-પાટણ-બનાસકાંઠા-સાબરકાંઠા જીલ્લાની રેશનિંગ દુકાનોએ ફરીયાદ બોર્ડ જ નથી

અટલ સમાચાર મહેસાણા.

રેશનિંગ દુકાનોના સંચાલકોએ જીલ્લા ફરીયાદ અને રાજય ફરીયાદ નિવારણની વિગતો દર્શાવતું બોર્ડ લગાવવું ફરજીયાત છે.

રાજય અન્ન અને આયોગ અને પુરવઠા સહિતની જોગવાઇઓ મુજબ રેશનિંગની દૂકાનોના લાભાર્થીઓને ફરીયાદ કરવાની તક આપવા માહિતિ દર્શાવવાનું નકકી છે.ઉત્તર ગુજરાતના મહેસાણા-પાટણ-બનાસકાંઠા-સાબરકાંઠા જીલ્લાની રેશનિંગની દૂકાનો પૈકી ૮૦% જગ્યાએ બોર્ડ નથી. લાભાર્થીઓને નિયમોનુસાર જો પુરવઠાનો જથ્થો ન મળતો હોય તો જીલ્લા ફરીયાદ નિવારણ સમક્ષ કયાં અને કેવી રીતે રજુઆત કરી શકાય તેવી માહિતિ દર્શાવતું બોર્ડ હોવું જોઇએ.રાજય પુરવઠા વિભાગ હેઠળની રેશનિંગની દુકાનોએથી સંબધિત લાભાર્થીઓને મળતા જથ્થાને લઇ અવાર-નવાર ફરીયાદ આવતી રહે છે.આથી અન્ન આયોગ ધ્વારા પારદર્શિતા વધારવાના ભાગરૂપે જીલ્લા કક્ષાએ
ફરીયાદ નિવારણ સેલ બનાવેલા છે.તેવી જ રીતે રાજય કક્ષાએ આ પકારની વ્યવસ્થા ગોઠવેલી છે.જોકે ઉપર મુજબ ના જીલ્લાઓના તાલુકાઓમાં આવેલી રેશનિંગની દૂકાનો ઉપર આ પકારની માહિતિ દર્શાવતા બોર્ડ નથી. જેથી ગરીબ,અભણ અને ભોળા લાભાર્થીઓને વચેટીયા પાસે જવું પડે છે.સુત્રોએ જણાવયું હતુ કે,પુરવઠા વિભાગ ધ્વારા અવાર-નવાર તપાસ અને જોગવાઇઓ હોવા છતાં જીલ્લા કક્ષાએ વિવિધ બાબતે કમીઓ હોવાનું લાભાર્થીઓ જણાવી રહયા છે.