સુચના@પાટણ: કોરોનામાં પ્રોફેસરોનો કરાર યથાવત, નવી ભરતી હાલ મોકૂફ

અટલ સમાચાર, પાટણ કોરોના મહામારીને કારણે આગામી શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓ વગર શરૂ થઇ ગયુ છે. આ તરફ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા કરાર આધારિત અધ્યાપકોની ભરતી મોકૂફ રાખવામાં આવી છે. આથી કરાર પૂર્ણ થતો હોવા છતાં જૂના અધ્યાપકોને યથાવત રાખવા સુચના અપાઇ છે. આવી સ્થિતિમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માટેની ભરતી ન થાય ત્યાં સુધી જૂના અધ્યાપકોની
 
સુચના@પાટણ: કોરોનામાં પ્રોફેસરોનો કરાર યથાવત, નવી ભરતી હાલ મોકૂફ

અટલ સમાચાર, પાટણ

કોરોના મહામારીને કારણે આગામી શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓ વગર શરૂ થઇ ગયુ છે. આ તરફ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા કરાર આધારિત અધ્યાપકોની ભરતી મોકૂફ રાખવામાં આવી છે. આથી કરાર પૂર્ણ થતો હોવા છતાં જૂના અધ્યાપકોને યથાવત રાખવા સુચના અપાઇ છે. આવી સ્થિતિમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માટેની ભરતી ન થાય ત્યાં સુધી જૂના અધ્યાપકોની નોકરી ચાલુ રહેશે. જેનાથી સંબંધિત કોલેજોએ કરાર પૂર્ણ થતાં અધ્યાપકોને જાળવી રાખી નિયમોનુસાર પગાર આપવાનો થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા કરાર આધારિત ભરતી બાબતે નિર્ણય થયો છે. જેમાં કોવિડ-19ની વૈશ્વિક મહામારીના કારણે નવા શૈક્ષણિક વર્ષ 2020-21 માટે અધ્યાપકોની ભરતીની કાર્યવાહી હાલ થઇ શકે તેમ નથી. આથી યુનિવર્સિટીની કારોબારી સમિતિની તા.24-06-2020ની સભાના ઠરાવ નં-68થી સુચના કરી છે. જેમાં સંલગ્ન કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2019-20 માં 11 માસ માટે નિમાયેલા અધ્યાપકોને આગામી શૈક્ષણિક વર્ષ: 2020-21માટે કરાર લંબાવ્યો છે.

સુચના@પાટણ: કોરોનામાં પ્રોફેસરોનો કરાર યથાવત, નવી ભરતી હાલ મોકૂફ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી યુનિવર્સિટીની સેન્ટ્રલ સિસ્ટમ મારફત થાય છે. આથી યુનિવર્સિટીએ કોરોના દરમ્યાન ભરતી પ્રક્રિયા કરવાનું ટાળી જૂના કરાર આધારિત અધ્યાપકોને યથાવત રાખ્યા છે. આવી સ્થિતિમાં સંબંધિત કોલેજોએ નવા ઇન્ટરવ્યુ ન થાય ત્યાં સુધી જૂના અધ્યાપકોને જાળવી રાખી નિયમોનુસાર કરારની શરતો પાલન કરવા પત્ર લખ્યો છે.