જાહેરનામું@સિધ્ધપુર: ખળી ચાર રસ્તાથી બિલીયાનો રસ્તો તા.17 મે 2021 સુધી બંધ રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર કોરોનાકાળ દરમ્યાન હાલ સિધ્ધપુર શહેરમાં ખળી ચાર રસ્તા પર ડી.એફ.સી.સી. રૂટ ઉપર આવેલ એલ.સી.191 કિ.મી. 685/2-3 ઉપર ઓવરબ્રિજ બાંધવાનું કામ શરૂ છે. આ કામગીરી દરમ્યાન રસ્તા ઉપરનો વાહન વ્યવહાર બંધ કરવો જરૂરી હોઈ અગાઉ જાહેરનામું પ્રસિદ્વ કરીને વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જોકે હજી સુધી ખળી ચાર રસ્તા પરના ઓવરબ્રિજનું
 
જાહેરનામું@સિધ્ધપુર: ખળી ચાર રસ્તાથી બિલીયાનો રસ્તો તા.17 મે 2021 સુધી બંધ રહેશે

અટલ સમાચાર ડોટ કોમ, સિધ્ધપુર

કોરોનાકાળ દરમ્યાન હાલ સિધ્ધપુર શહેરમાં ખળી ચાર રસ્તા પર ડી.એફ.સી.સી. રૂટ ઉપર આવેલ એલ.સી.191 કિ.મી. 685/2-3 ઉપર ઓવરબ્રિજ બાંધવાનું કામ શરૂ છે. આ કામગીરી દરમ્યાન રસ્તા ઉપરનો વાહન વ્યવહાર બંધ કરવો જરૂરી હોઈ અગાઉ જાહેરનામું પ્રસિદ્વ કરીને વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જોકે હજી સુધી ખળી ચાર રસ્તા પરના ઓવરબ્રિજનું કામ ચાલુ હોઈ આ બ્રિજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેર સલામતી માટે ટ્રાફિકની અવર-જવરમાં મુશ્કેલી ન પડે એ હેતુસર સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્રારા જાહેરનામું પાડી 17 મે, 2021 સુધી બંધ કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિધ્ધપુર ખળી ચાર રસ્તા પર ડી.એફ.સી.સી. રૂટ ઉપર આવેલ એલ.સી.191 કિ.મી. 685/2-3 ઉપર ઓવરબ્રિજ બાંધવાનું કામ હાલ ચાલુ છે. જેથી અગાઉ જાહેરનામુ બહાર પાડી સાવચેતીના ભાગરૂપે માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. જોકે ફરી એકવાર તેની મર્યાદા વધારીને 17 મે, 2021 કરવામાં આવી છે. આજે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ સિદ્વપુર ડૉ.એસ.એમ.ગાંગુલી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144 થી મળેલ સત્તાની રૂએ ખળી ચાર રસ્તાથી બિલીયાનો રસ્તો વાહનવ્યવહાર માટે તા. 17મે, 2021 રાત્રિના 24 કલાક સુધી બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ખળી ચાર રસ્તાથી બિલીયાનો રસ્તો બંધ થતા વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રસ્તા તરીકે ખળી ચાર રસ્તાથી, બિંદુ સરોવર બસ સ્ટેશન, અશોક સિનેમા, એમ.પી.હાઈસ્કુલ, આઈસ ફેક્ટરી, સરસ્વતી નદીનો બેઠો પુલ, બિલીયા તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. વાહનવ્યવહાર યોગ્ય રીતે જળવાય એ માટે એમ.પી.હાઈસ્કુલથી આઈસ ફેકટરીવાળો રસ્તો વન-વે જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, માત્ર ભારે વાહનો માટે વૈકલ્પિક રસ્તા તરીકે ખળી ચાર રસ્તા, બિંદુ સરોવર બસ સ્ટેશન, અશોક સિનેમા, લાલેશ્વર મહાદેવ, સહસ્ત્રકળા મંદિર, લાલપુર, બિલીયાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ પ્રતિબંધિત હુકમના કોઈપણ ખંડનો ભંગ કે ઉલ્લંધન કરનાર શખ્સ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-188 અન્વયે શિક્ષાને પાત્ર થશે.