હવે ફોન આવશે તો પણ લાગશે ચાર્જ, મોબાઈલ કંપનીઓએ કરી આ તૈયારીઓ

અટલ સમાચાર, ડેસ્ક મોબાઈલ સેવા આપતી કંપનીઓ એ નવા ટેરિફ દરો લાગું કર્યા છે. જેના કારણે ગ્રાહકોનો ખર્ચ દોઢ ઘણો વધી જશે. કંપનીઓએ સૌથી મોટો ઝટકો ઈનકમિંગ કોલ પર આપ્યો છે. જ્યાં ગ્રાહકો પાસેથી ફેયર યૂજેજ પોલીસી(એફયૂપી)નાં અંતર્ગત બીજા નેટવર્ક પર કોલ કરવા પર 6 પૈસા પ્રતિ મિનિટ વસૂલ કરવામાં આવશે. વિશેષજ્ઞોનું કહેવું છે કે
 
હવે ફોન આવશે તો પણ લાગશે ચાર્જ, મોબાઈલ કંપનીઓએ કરી આ તૈયારીઓ

અટલ સમાચાર, ડેસ્ક

મોબાઈલ સેવા આપતી કંપનીઓ એ નવા ટેરિફ દરો લાગું કર્યા છે. જેના કારણે ગ્રાહકોનો ખર્ચ દોઢ ઘણો વધી જશે. કંપનીઓએ સૌથી મોટો ઝટકો ઈનકમિંગ કોલ પર આપ્યો છે. જ્યાં ગ્રાહકો પાસેથી ફેયર યૂજેજ પોલીસી(એફયૂપી)નાં અંતર્ગત બીજા નેટવર્ક પર કોલ કરવા પર 6 પૈસા પ્રતિ મિનિટ વસૂલ કરવામાં આવશે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ તો ફક્ત એક શરૂઆત છે અને હવે આવનારા બે કે ત્રણ મહિનાઓમાં ફ્રિ ઈનકમિંગ કોલનો સમય સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે.

એસબીઆઈ કેપિટલ સિક્યોરીટીઝનાં મુખ્ય શોધકર્તા રાજીવ શર્મા એ જણાવ્યું કે પહેલા જીયો એ અન્ય નેટવર્ક પર કોલ કરવા પર આઈયૂસી ચાર્જ અંતર્ગત 6 પૈસા પ્રતિ મિનિટ વસૂલ કરવાનું શરૂ કર્યું ત્યારે હવે વોડા આઈડિયા અને એરટેલે પણ એફયૂપી લાગી દીધો છે. ટેલિકોમ નિષ્ણાતો કહે છે કે જ્યારે જિઓ 6 ડિસેમ્બરે તેના નવા ટેરિફની જાહેરાત કરશે ત્યારે તે તેની હરીફ કંપનીઓ કરતાં ગ્રાહકોને વધુ રાહત આપી શકે છે. કંપનીએ અગાઉ એમ પણ કહ્યું હતું કે અમે અન્ય કંપનીઓની તુલનામાં 20 ટકા સસ્તા ટેરિફ આપીશું, જ્યારે સેવાઓ 300 ટકા વધારશે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

આ સિવાય જિઓના ગ્રાહકોની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ તેના 90 ટકા ગ્રાહકો પ્રિપેઇડ છે, જેથી કંપની ઓછી ફીમાં વધારો કરીને મોટો નફો મેળવી શકે. તે જ સમયે, વોડા આઈડિયા અને એરટેલના કુલ ગ્રાહકોમાંથી 30 ટકા પોસ્ટપેડ છે અને કંપનીએ આ સેગમેન્ટમાં વધારો કર્યો નથી.