તક@ગુજરાત: કોરોનાકાળ વચ્ચે લશ્કરમાં જોડાવા ભરતીમેળો, ઓનલાઇન અરજી કરી દેજો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ગોધરા-પંચમહાલ જિલ્લા ખાતે લશ્કરી ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. તારીખ 05 ઓગષ્ટથી 22 ઓગષ્ટ 2021 દરમ્યાન આર્મી રીક્રુટીંગ કચેરી, અમદાવાદ દ્વારા કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગોધરા પંચમહાલ ખાતે લશ્કરી ભરતીમેળો યોજાનાર છે. આ ભરતી મેળામાં માત્ર પુરૂષ ઉમેદવારો ભારતીય સેનાની વેબસાઈટ www.joinindianarmy.nic.in પર ઓનલાઈન અરજી કરીને ભાગ
 
તક@ગુજરાત: કોરોનાકાળ વચ્ચે લશ્કરમાં જોડાવા ભરતીમેળો, ઓનલાઇન અરજી કરી દેજો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ગોધરા-પંચમહાલ જિલ્લા ખાતે લશ્કરી ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. તારીખ 05 ઓગષ્ટથી 22 ઓગષ્ટ 2021 દરમ્યાન આર્મી રીક્રુટીંગ કચેરી, અમદાવાદ દ્વારા કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગોધરા પંચમહાલ ખાતે લશ્કરી ભરતીમેળો યોજાનાર છે. આ ભરતી મેળામાં માત્ર પુરૂષ ઉમેદવારો ભારતીય સેનાની વેબસાઈટ www.joinindianarmy.nic.in પર ઓનલાઈન અરજી કરીને ભાગ લઈ શકશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતીય સેનામાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગોધરા-પંચમહાલ જિલ્લા ખાતે લશ્કરી ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.06/06/2021થી શરૂ થયેલ છે જે 20/07/2021 સુધી ચાલુ રહેશે. આ માટે ઉમેદવાર પાસે મોબાઈલ નંબર અને ઈ-મેલ એડ્રેસ હોવું જરૂરી છે. 17 વર્ષ 6 માસ થી 23 વર્ષની ઉંમર ધરાવતા અને એસ.એસ.સી કે તેથી વધુ અભ્યાસ ધરાવતા યુવકોને આ ભરતીમેળામાં ભાગ લેવા માટે જરૂરી ડોમીસાઈલ પ્રમાણપત્ર, જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, કલર પાસપોર્ટ સાઈઝના ફોટાગ્રાફ વગેરે તૈયાર રાખી અરજી કરવાની રહેશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, લશ્કરી ભરતીમેળામાં જવા સારૂ www.joinindianarmy.nic.in વેબસાઇટ પર તા.06/06/2021 થી 20/07/2021 દરમ્યાન ઓનલાઈન અરજી કરવા જણાવવામાં આવ્યુ છે. આ સાથે ઓનલાઈન અરજી સંબંધે ઉમેદવારને જો કોઈ મુશ્કેલી હોય તો કચેરીનો 02762-221462 પર ટેલીફોનિક અથવા રૂબરૂ સંપર્ક કરવા જણાવાયુ છે.