વિરોધ@ગાંધીનગર: વિદ્યાર્થી, પરિક્ષાર્થી અને શિક્ષકોના ધરણા, મચી દોડધામ

અટલ સમાચાર, ગાંધીનગર ગાંધીનગર આજે વિદ્યાર્થી, પરિક્ષાર્થી અને શિક્ષકોના ધરણાને કારણે સત્યાગ્રહ છાવણીમાં ફેરવાઈ જશે. લોકરક્ષક દળની ભરતી મામલે મહિલા ઉમેદવારો 42 દિવસથી આંદોલન કરી રહી છે જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે તો બીજુ બાજુ ટેટ -1 અને ટેટ 2ના પાસ ઉમેદવારોની ભરતી ન કરાતા તેઓ પણ ધરણા ધરશે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક
 
વિરોધ@ગાંધીનગર: વિદ્યાર્થી, પરિક્ષાર્થી અને શિક્ષકોના ધરણા, મચી દોડધામ

અટલ સમાચાર, ગાંધીનગર

ગાંધીનગર આજે વિદ્યાર્થી, પરિક્ષાર્થી અને શિક્ષકોના ધરણાને કારણે સત્યાગ્રહ છાવણીમાં ફેરવાઈ જશે. લોકરક્ષક દળની ભરતી મામલે મહિલા ઉમેદવારો 42 દિવસથી આંદોલન કરી રહી છે જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે તો બીજુ બાજુ ટેટ -1 અને ટેટ 2ના પાસ ઉમેદવારોની ભરતી ન કરાતા તેઓ પણ ધરણા ધરશે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ તેમની પડતર માંગોને લઈને ધરણા કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગાંધીનગરમાં આજે વિદ્યાર્થી, પરિક્ષાર્થી અને શિક્ષકોના ધરણા યોજાવાના છે. આજે લોકરક્ષક દળની ભરતીમાં મહિલા ઉમેદવાર આંદોલનની રણનીતિ નક્કી કરશે. 42 દિવસથી મહિલાઓ આંદોલન કરી રહી છે. ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો પણ ધરણા કરી રહ્યા છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ પણ ધરણા કરશે. જૂની પેન્શન પ્રણાલી લાગુ કરવાની માગ સાથે ધરણા કરશે.

પ્રાથમિક શિક્ષણ સંઘ પણ કરશે ધરણા

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ પણ ધરણા કરશે. જૂની પેન્શન પ્રણાલી લાગુ કરવાની માગ સાથે ધરણા કરવામાં આવશે. પડતર માગો અને જૂની માગોને લઇને ધરણા કરવામાં આવી રહ્યા છે.

પ્રાથમિક શિક્ષક સંઘની માગ શું છે?

જૂની પેન્શન પ્રણાલી લાગુ કરવું
ગ્રેડ-પે રૂ.4200 ચાલુ રાખવું
ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર તારીખ આપવી
7માં પગારપંચ મુજબ અન્ય ભથ્થા આપવું
બિનશૈક્ષણિક કામગીરી નહી સોંપવી
SPL રજા બાબતે સ્પષ્ટતા કરવી
10 વર્ષના બોન્ડવાળા શિક્ષકોના બોન્ડનો સમયગાળો ઘટાડવો
HTAT વધના નિયમોમાં સંખ્યાનો રેશિયો દૂર કરવો

લોકરક્ષક ભરતીની મહિલા ઉમેદવારોનું આંદોલન

ગાંધીનગરમાં 42 દિવસથી મહિલાઓ આંદોલન કરી રહી છે. લોકરક્ષક દળ ભરતી મહિલા ઉમેદવાર મેરિટ વિવાદનો મામલે તુલ પકડી છે. 1-8-2018નો ઠરાવ રદ્દ કરવાની મહિલા ઉમેદવારોની માગ છે. ઠરાદને લઇ SC-ST-OBCની મહિલા ઉમેદવારોને અન્યાય થયો હોવાનો આક્ષેપ છે. મહિલાઓ પરિપત્ર રદ્દ ન થાય ત્યા સુધી આંદોલન ચાલુ રાખવા મક્કમ છે. આંદોલનની રણનીતિ નક્કી કરવા આજે બેઠક મળશે. બેઠકમાં ભાગ લેવા સામાજિક આગેવાનોને આમંત્રણ અપાયું છે.

ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારના ધરણા

સરકારે ખાતરી આપી છતાં ભરતી ન કરતા કરશે વિરોધ. ગાંધીનગરમાં આજે ટેટ-1 અને ટેટ-2ના પાસ ઉમેદવારો ધરણા કરશે. ભરતી ન કરતા હવે ઉમેદવારો ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરશે. સરકારે ખાતરી આપી છતાં ભરતી ન કરતા દેખાવો કરવામાં આવ્યો હતો. નવેમ્બર 2019 સુધીમાં ભરતી કરવાની ખાતરી આપવામાં આવી હતી.