વિરોઘ@ગુજરાત: વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થયું નથી, લોકોના આરોગ્ય સાથે ચેડાં: કોંગ્રેસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોનાકાળ વચ્ચે આગામી 16મી જાન્યુઆરીથી રસીકરણનું મહાઅભિયાન શરૂ થવાનું છે. આ તરફ કોંગ્રેસના પ્રવક્તાએ રસીકરણને લઇ સૌથી મોટો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતુ કે, વેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થયું નથી અનેસરકારે ટ્રાયલ પૂર્ણ થાય તે અગાઉ જ રસીકરણની મંજૂરી આપી દીધી છે. સરકાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી
 
વિરોઘ@ગુજરાત: વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થયું નથી, લોકોના આરોગ્ય સાથે ચેડાં: કોંગ્રેસ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આગામી 16મી જાન્યુઆરીથી રસીકરણનું મહાઅભિયાન શરૂ થવાનું છે. આ તરફ કોંગ્રેસના પ્રવક્તાએ રસીકરણને લઇ સૌથી મોટો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતુ કે, વેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થયું નથી અનેસરકારે ટ્રાયલ પૂર્ણ થાય તે અગાઉ જ રસીકરણની મંજૂરી આપી દીધી છે. સરકાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી હોવાનો આક્ષેપ કરતાં હડકંપ મચી ગયો છે. નોંધનિય છે કે, પરેશ ધાનાણીએ હજી ગઇકાલે જ રસીકરણ મામલે કોઇ રાજકારણ નહી કરવાની વાત કર્યાના ગણતરીના કલાકોમાં કોંગ્રેસ પ્રવક્તાના નિવેદનથી મામલો ગરમાયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યમાં રસીકરણ પહેલાં કોંગ્રેસ પ્રવક્તા ડૉ.જીતુ પટેલે ભાજપ સરકારનો મોટો આક્ષેપ કર્યો હતો. ડો જીતુ પટેલે કહ્યું હતુ કે, ભારત બાયોટેકની વેક્સિનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થયું નથી અને સરકારે ટ્રાયલ પૂર્ણ થાય તે અગાઉ જ રસીકરણની મંજૂરી આપી દીધી છે. સરકાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી હોવાનો જીતુ પટેલે આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ હજી ગઈકાલે જ રસીકરણ મામલે સરકારની સાથે હોવાનું અને રસીરકરણ મામલે રાજકારણ નહીં કરવાની વાત કહી હતી. આ તરફ આજે તેમના જ પક્ષના બીજા નેતા રસીકરણને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં અંદરો-અંદર કોમ્યુનિકેશનનો અભાવ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

નોંધનિય છે કે, ગુજરાતમાં રસીકરણના નોડલ ઓફિસર ડો. પંડ્યાનું કહેવું છે કે, પોલીયોની રસી શોધાતાં વર્ષો વિત્યા હતા. પરંતુ કોવિડની રસી ફટાફટ શોધી લેવામાં આવી છે, એટલે તેની આડઅસર થઈ શકે છે. જોકે રસી આપ્યા બાદ જ તેના પરિણામો અંગે ખબર પડી શકશે. એવું કહી શકાય કે, આ એક સાથે મોટા પાયે રસીકરણનું ટ્રાયલ હશે. પરંતુ એનો મતલબ જરાય એવો નથી કે કોરોનાની રસીના ટ્રાયલ નથી લેવાયા. પણ આ રોગ નવો છે અને રસી પણ એટલે થોડાક કોમ્પિકેશન રહેશે.