આદેશઃ સેનાના જવાનોને ફેસબુક સહિત આ 89 એપ્સ ડિલીટ કરવી પડશે

અટલ સમાચાર, ડેસ્ક ભારતીય સેનાના અધિકારીઓ અને સૈનિકોને ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથોસાથ 89 અન્ય એપ્સની પણ એક યાદી જાહેર કરી છે જેને મોબાઇલથી અનઇન્સ્ટોલ કરવાની છે. આદેશ મુજબ તમામને આ કામ 15 જુલાઈ સુધીમાં પૂરું કરવાનું છે. આ નિર્ણય સેનાની સંવેદનશીલ માહિતી લીક થવાનો હવાલો આપીને લેવામાં આવ્યો છે. સેનાએ
 
આદેશઃ સેનાના જવાનોને ફેસબુક સહિત આ 89 એપ્સ ડિલીટ કરવી પડશે

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય સેનાના અધિકારીઓ અને સૈનિકોને ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથોસાથ 89 અન્ય એપ્સની પણ એક યાદી જાહેર કરી છે જેને મોબાઇલથી અનઇન્સ્ટોલ કરવાની છે. આદેશ મુજબ તમામને આ કામ 15 જુલાઈ સુધીમાં પૂરું કરવાનું છે. આ નિર્ણય સેનાની સંવેદનશીલ માહિતી લીક થવાનો હવાલો આપીને લેવામાં આવ્યો છે. સેનાએ કહ્યું કે જેમના પણ મોબાઇલમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપરાંત આ 89 એપ્સ મળી તો તેમની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, સેનાના એક અધિકારીએ જણાવ્યું છે કે આ પગલું એટલા માટે ઉઠાવ્યું છે કારણ કે સૈન્ય અધિકારીઓ અને સૈનિકો પર આ એપ્સ દ્વારા ચીન અને પાકિસ્તાન દ્વારા ઓનલાઇન નજર રાખવાની ઘટનાઓ વધી છે. ઉલ્લેખનીય છે કે, ગત નવેમ્બરમાં સેનાએ પોતાના સ્ટાફને નિર્દેશ આપ્યા હતા કે ઓફિશિયલ કામો માટે વોટ્સએપનો ઉપયોગ ન કરવામાં આવે. સાથોસાથ મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત સેનાના અધિકારીઓને ફેસબુક એકાઉન્ટ ડીલીટ કરવાનું કહેવામાં આવ્યું હતું.

પાકિસ્તાની એજન્ટ્સ દ્વારા મહિલા બનીને હની ટ્રેપમાં ફસાવીને સૈનય સ્ટાફ પાસેથી ખાનગી માહિતી મેળવવામાં આવી હોય. જોકે આદેશ મુજબ ખાનગી માહિતી અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ નેવીએ પણ પોતાના સ્ટાફને ફેસબુકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથોસાથ નેવી બેઝ પર સ્માર્ટફોન ન લાવવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. નેવીમાં આ નિર્ણય ગત ડિસેમ્બરમાં જ લેવામાં આવ્યો હતો. યૂનિફોર્મમાં તસવીર પોસ્ટ ન કરવા સહિત પોતાના યૂનિટનું લોકેશન જણાવવા પર પ્રતિબંધ હતો. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ખાનગી અને સંવેદનશીલ જાણકારીઓ પોસ્ટ કરવાના કારણે સેનામાં અનેક અધિકારીઓના કોર્ટ માર્શલ પણ કરવામાં આવી ચૂક્યા છે.