હુકમ@પાટણ: કોરોના કહેર વધતાં દુકાનો-હોટેલમાં ગ્રાહકોને બેસવા કે ઉભા રહેવા પ્રતિબંધ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ ગઇકાલે જ મુખ્યમંત્રીએ પણ મુલાકાત કરી હતી. આ તરફ હવે કોરોના સંક્રમણને રોકવા માટે વહીવટી તંત્ર દ્રારા વધુ એક સરાહનિય નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ આજથી પાનના ગલ્લા, ચાની લારી, હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડની દુકાનો તેમજ ખાણી-પીણીની સુવિધાઓ ધરાવતા અન્ય સ્થળોએ ફરજિયાતપણે
 
હુકમ@પાટણ: કોરોના કહેર વધતાં દુકાનો-હોટેલમાં ગ્રાહકોને બેસવા કે ઉભા રહેવા પ્રતિબંધ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હોઇ ગઇકાલે જ મુખ્યમંત્રીએ પણ મુલાકાત કરી હતી. આ તરફ હવે કોરોના સંક્રમણને રોકવા માટે વહીવટી તંત્ર દ્રારા વધુ એક સરાહનિય નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ આજથી પાનના ગલ્લા, ચાની લારી, હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડની દુકાનો તેમજ ખાણી-પીણીની સુવિધાઓ ધરાવતા અન્ય સ્થળોએ ફરજિયાતપણે માત્ર ટેક-અવેની સુવિધાઓ જ ઉપલબ્ધ રહેશે એવું જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે આવાં સ્થળોએ બેસી ખાણી-પીણી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.12 થી 30 એપ્રિલ, 2021 સુધી અમલમાં રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા હોઇ ચિંતાજનક સ્થિતિની વચ્ચે આજે મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યુ છે. પાટણ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જે સંદર્ભે જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો થાય અને નાગરિકોને કોરોના થતો અટકાવી શકાય એ ઉદ્દેશ્યથી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ નિવારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં હાલના સમયમાં બજારોમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે તેમજ હરવા-ફરવાની તથા ખાણી-પીણીની જગ્યાઓ ઉપર પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. આ કારણોસર કોરોનાના કેસો વધે નહિ એ હેતુસર વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં લોકોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને જાહેર જનતાના હિતમાં પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટીએ એક જાહેરનામું બહાર પાડ્યુ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જીલ્લા મેજીસ્ટ્રેટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973ની કલમ 144થી મળેલ અધિકાર અન્વયે પાનના ગલ્લા, ચાની લારી, હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડની દુકાનો તેમજ ખાણી-પીણીની સુવિધાઓ ધરાવતા અન્ય સ્થળોએ ફરજિયાતપણે માત્ર ટેક-અવેની સુવિધાઓ જ ઉપલબ્ધ રહેશે એવું જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ આ જાહેરનામાનો ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 188 તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ 51 થી 60ની જોગવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

આ સાથે જાહેરનામાનો ભંગ કરનાર સામે જરૂરી પગલાં લેવા લેખિત ફરિયાદ નોંધાવવા માટે જિલ્લામાં ફરજ પરના હાજર એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ તેમજ અનાર્મ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ તથા પંચાયત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.