આદેશ@સુપ્રિમ: મહામારી વચ્ચે કોર્ટે ગુજરાત સરકાર પાસેથી કોરોનાનો રીપોર્ટ મંગાવ્યો

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી અને દિવાળીના તહેવારો વચ્ચે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું હોવાથી દરરોજ નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આ તરફ સુપ્રિમ કોર્ટે લગ્નપ્રસંગ અને રેલીઓ મામલે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રિમ કોર્ટે દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પરિસ્થિતિ વણસી રહી છે. સુપ્રિમ કોર્ટે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને અસમ પાસેથી કોરોના અંગે રિપોર્ટ માંગ્યો
 
આદેશ@સુપ્રિમ: મહામારી વચ્ચે કોર્ટે ગુજરાત સરકાર પાસેથી કોરોનાનો રીપોર્ટ મંગાવ્યો

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી અને દિવાળીના તહેવારો વચ્ચે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું હોવાથી દરરોજ નવા દર્દીઓ ઉમેરાઇ રહ્યા છે. આ તરફ સુપ્રિમ કોર્ટે લગ્નપ્રસંગ અને રેલીઓ મામલે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રિમ કોર્ટે દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પરિસ્થિતિ વણસી રહી છે. સુપ્રિમ કોર્ટે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને અસમ પાસેથી કોરોના અંગે રિપોર્ટ માંગ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 91 લાખને પાર પહોંચી છે. આ દરમ્યાન, દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં દરરોજ નોંધાતા કોરોના કેસમાં મટો ઉછોળો જોવા મળી રહ્યો છે. આ સાથે જ મોતનો આંક પણ વધ્યો છે. કોરોનાને કારણે થયેલા મૃત્યુમાં સંપૂર્ણ આદર સાથે શરીરના અંતિમ સંસ્કારના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમય દરમ્યાન કોર્ટે દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારને કોરોનાના વધતા જતાં કેસો પર સ્ટેટસ રિપોર્ટ આપવા જણાવ્યું છે.

ન્યાયાધિશ અશોક ભૂષણની અધ્યક્ષતા વાળી ત્રણ જજોની બેચએ કોવીડ 19ની સ્થિતિને ખરાબ કરવાને લઈને ગુજરાત અને દિલ્હીને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને રિપોર્ટ ફાઈલ કરવાનું કહ્યું છે, જેમાં સરકારની તરફથી સંક્રમણને રોકવાને લઈને ઉઠાવાયેલા પગલાઓની જાણકારીઓ આપવાની છે. આ ઉપરાંત રિપોર્ટમાં બીમારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર પાસે લેવાયેલી મદદનો પણ રિપોર્ટ આપવો પડશે.