આક્રોશ@દેશ: કૃષિબિલના વિરોધમાં અનેક ખેડૂતો રસ્તાં પર, કોરોનાકાળમાં દિલ્હી ભણી કૂચ

અટલ સમાચાર,ડેસ્ક કોરોનાકાળ વચ્ચે ખેડૂતોએ આજે મોટી સંખ્યામાં કેન્દ્ર સરકારના કૃષિબિલના કાયદાના વિરોધમાં દિલ્હી ભણી કૂચ કરી છે. આ દરમ્યાન સંબંધિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસની ટુકડીઓ ઉતારવામાં આવી છે. જોકે હાલની સ્થિતિએ ખેડૂતોએ બળજબરીથી હરિયાણા-પંજાબ દાતા સિંહ બોર્ડર ઓળંગી લીધી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે તેમને અહીં રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આંદોલનકારી ખેડુતો બેકાબૂ બન્યા
 
આક્રોશ@દેશ: કૃષિબિલના વિરોધમાં અનેક ખેડૂતો રસ્તાં પર, કોરોનાકાળમાં દિલ્હી ભણી કૂચ

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે ખેડૂતોએ આજે મોટી સંખ્યામાં કેન્દ્ર સરકારના કૃષિબિલના કાયદાના વિરોધમાં દિલ્હી ભણી કૂચ કરી છે. આ દરમ્યાન સંબંધિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસની ટુકડીઓ ઉતારવામાં આવી છે. જોકે હાલની સ્થિતિએ ખેડૂતોએ બળજબરીથી હરિયાણા-પંજાબ દાતા સિંહ બોર્ડર ઓળંગી લીધી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે તેમને અહીં રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આંદોલનકારી ખેડુતો બેકાબૂ બન્યા અને તેઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પછી પોલીસ ત્યાંથી ભાગતી જોવા મળી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આક્રોશ@દેશ: કૃષિબિલના વિરોધમાં અનેક ખેડૂતો રસ્તાં પર, કોરોનાકાળમાં દિલ્હી ભણી કૂચ

હરિયાણા પોલીસના ડીએસપી સાધુ રામ કહે છે કે, ચાર અધિકારીઓની આગેવાની હેઠળ સરહદ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 36 બ્લોક લગાવવામાં આવ્યા છે અને પેટ્રોલ પમ્પ માલિકોને સૂચના આપવામાં આવી છે કે, કોઈને પણ બોટલ, ડબ્બા અથવા નાની વસ્તુઓમાં પેટ્રોલ ન આપવું. બીજી તરફ, હરિયાણા-પંજાબ સરહદથી થોડે દૂર પેટ્રોલ અને ડીઝલથી ભરેલા ડઝનેક ટેન્કર બંધ કરાયા છે. જ્યાં સરહદની બીજી બાજુથી સેંકડો ખેડુતો અહીં આવવાના ઇરાદે છે.

આક્રોશ@દેશ: કૃષિબિલના વિરોધમાં અનેક ખેડૂતો રસ્તાં પર, કોરોનાકાળમાં દિલ્હી ભણી કૂચ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, હજારો ખેડુતોએ શિયાળા અને વરસાદી માહોલ દરમ્યાન કામચલાઉ ટેન્ટ અને ટ્રેક્ટર-ટ્રોલીઓમાં રાત વિતાવી હતી. ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે, જ્યાં પણ તેમને રાષ્ટ્રીય પાટનગર જવાનું બંધ કરવામાં આવશે, તેઓ જ્યાં પણ રોકાશે ત્યાં ધરણા પર બેસશે. હરિયાણામાં વિપક્ષી કોંગ્રેસે પણ ભાજપના નેતૃત્વ હેઠળની સરકારનો આક્ષેપ કર્યો છે કે, તેઓ ખેડૂતોનો અવાજ દબાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ દરમ્યાન અંબાલા અને કુરૂક્ષેત્ર જિલ્લામાં વિરોધ કરી રહેલા ખેડુતોના જૂથે તેમને વિખેરવા અને તેમને દિલ્હી જતાં અટકાવવા માટે પાણી વરસાવ્યું હતું. વિરોધને રોકવા માટે હરિયાણાના અધિકારીઓએ ઘણા વિસ્તારોમાં સીઆરપીસીની કલમ 144 પણ લગાવી છે.