આક્રોશ@દીલ્હી: ખેડૂત આંદોલન વચ્ચે આવતીકાલે રાહુલ ગાંધીની રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કૃષિ કાયદાઓને લઈને સરકાર સામે ખેડૂતોના વિરોધ વચ્ચે હવે કોંગ્રેસ પણ ખેડૂતોના આંદોલનને લઈને હવે આક્રમક થઈ રહી છે. રાહુલ ગાંધી હવે દિલ્હીમાં આવતીકાલે હલ્લાબોલ કરવાના છે. રાહુલ ગાંધી પહેલેથી જ આ કાયદાઓને કાળા કાયદા તરીકે સરખાવે છે ત્યારે હવે આવતીકાલે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ દિલ્હીમાં માર્ચ કરશે. અટલ સમાચાર
 
આક્રોશ@દીલ્હી: ખેડૂત આંદોલન વચ્ચે આવતીકાલે રાહુલ ગાંધીની રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કૃષિ કાયદાઓને લઈને સરકાર સામે ખેડૂતોના વિરોધ વચ્ચે હવે કોંગ્રેસ પણ ખેડૂતોના આંદોલનને લઈને હવે આક્રમક થઈ રહી છે. રાહુલ ગાંધી હવે દિલ્હીમાં આવતીકાલે હલ્લાબોલ કરવાના છે. રાહુલ ગાંધી પહેલેથી જ આ કાયદાઓને કાળા કાયદા તરીકે સરખાવે છે ત્યારે હવે આવતીકાલે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ દિલ્હીમાં માર્ચ કરશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કૃષિ કાયદાઓને લઈને આવતી કાલે રાહુલ ગાંધી સવારે 10.45 વાગે વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં અન્ય કોંગ્રેસી સાંસદો પણ તેમાં ભાગ લેશે ને તે બાદ રાહુલ ગાંધી અને મોટા નેતાઓ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરશે. કોંગ્રેસના સાંસદ સુરેશે આ જાણકારી આપી છે અને કહ્યું કે કરોડ હસ્તાક્ષર યુક્ત મેમોરેન્ડમ પણ રાષ્ટ્રપતિને આપવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હત કે, સંયુક્ત કિસાન મોરચાએ પાંચ સદસ્યોની કમિટી બનાવી છે અને આ કમિટીમાં પ્રેમ સિંહ ભંગૂ, હરેન્દ્ર સિંહ અને કુલદીપ સિંઘને સામેલ કરવામાં આવ્યા છે. ખેડૂત નેતાઓ દ્વારા કમિટી દ્વારા બનાવાવનો ઉદ્દેશ કે છે કે સરકાર સાથે વાત કરવાની છે કે નહીં. આ કમીટી દ્વારા આંદોલનને લઈને આગામી સમયમાં રૂપરેખા નક્કી કરવામાં આવશે.