આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ થયુ છે. જોકે સત્ર પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યો મોંઘવારી અને રોજગારીને લઇ આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. જેમાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાયકલ ચલાવીને વિધાનસભા પહોંચ્યાં હતા. આ તરફ ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે મોંઘવારી, વેટ ઘટાડો, પેટ્રોલ ડીઝલના ભાવ જેવા મુદ્દે વિવિધ બેનરો હાથમાં લઇને વિધાનસભા પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાયકલ ચલાવીને વિધાનસભા પહોંચ્યા હતા. આ સમયે ભાવ વધારાનો વિરોધ કરતું સૂચક બેનર પણ સાથે રાખ્યું હતું. કોંગ્રેસી ધારાસભ્યએ રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાની માંગણી કરી હતી. આ સાથે જ યુવાનોને રોજગારી આપવાની માગણી કરી હતી. આજે પહેલી માર્ચ- સોમવારથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાત કૉંગ્રેસના ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે હાથમાં મોંઘવારી અંગેના બેનરો લઇને વિધાનસભામાં વિરોધ પ્રદર્શન કર્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસનાં ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે પહોંચ્યા વિધાનસભામાં મોંઘવારી, વેટ ઘટાડો, પેટ્રોલ ડીઝલના ભાવ જેવા મુદ્દે વિવિધ બેનરો હાથમાં લઇને વિધાનસભા પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત કૉંગ્રેસનો વિરોધ જોઇને તેઓ વિધાનસભામાં પણ હોબાળો કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યાં છે. તેઓ આ મુદ્દે વોકઆઉટ કરી શકે છે. બીજી તરફ કૉંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાયકલ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. તેઓ પણ બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો. બેનરમાં યુવાનોને રોજગારી આપવા, પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ગેસ સિલિન્ડરની કિંમત અને કૃષિ બિલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code