આક્રોશ@ગુજરાત: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે કોંગ્રેસનું રાજ્યવ્યાપી પ્રદર્શન

અટલ સમાચાર, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સતત કેટલાય દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. આ તરફ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાવધારા વિરૂધ્ધ રાજ્યવ્યાપી દેખાવો યોજવામાં આવ્યા છે. જેને કારણે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા
 
આક્રોશ@ગુજરાત: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે કોંગ્રેસનું રાજ્યવ્યાપી પ્રદર્શન

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સતત કેટલાય દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇ લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. આ તરફ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાવધારા વિરૂધ્ધ રાજ્યવ્યાપી દેખાવો યોજવામાં આવ્યા છે. જેને કારણે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવવધારાને લઇ આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદના સરદાર બાગ પાસે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ વચ્ચે કાર્યકરો સહિત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અટકાયત કરી છે. આ તરફ રાજકોટમાં કૉંગ્રેસનાં એક કાર્યકરે ઘોડા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ પોલીસે આ વ્યક્તિને ખેંચીને નીચે ઉતાર્યો હતો અને અટકાયત પણ કરી હતી.

આક્રોશ@ગુજરાત: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે કોંગ્રેસનું રાજ્યવ્યાપી પ્રદર્શન

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે સવારે એક કેમ્પેઈનની શરૂઆત કરી. જેમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વિરૂદ્ધ બોલવાની અપીલ કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરતા ટ્વીટ કરી લખ્યુ કે આવો #SpeakUpAgainstFuelHike Campaign સાથે જોડાઈએ. ઉલ્લેખનીય છે કે, સોમવારે સવારે 10 વાગે કોંગ્રેસ પાર્ટી સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહી છે.