આક્રોશ@ગુજરાત: ખાતરમાં બેફામ ભાવવધારો, કિસાન સંઘે કહ્યું ખેડૂતોને મરણતોલ ફટકો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં અધધધ ભાવ વધારો ઝીંકી દેવાતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય કિસાન સંઘે આ મામલે માંગ કરી છે કે, એકબાજુ ચણા-ઘઉં ટેકાની ખરીદીમાં અનેક ધાંધિયા વચ્ચે સામે માલના ભાવવધારાની કોઇ ગેરંટી નહીં મળે ત્યાં સુધી કોઇ ભાવવધારો કરવામાં ન આવે. આ સાથે ભારતીય કિસાન સંઘ
 
આક્રોશ@ગુજરાત: ખાતરમાં બેફામ ભાવવધારો, કિસાન સંઘે કહ્યું ખેડૂતોને મરણતોલ ફટકો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં રાસાયણિક ખાતરોમાં અધધધ ભાવ વધારો ઝીંકી દેવાતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય કિસાન સંઘે આ મામલે માંગ કરી છે કે, એકબાજુ ચણા-ઘઉં ટેકાની ખરીદીમાં અનેક ધાંધિયા વચ્ચે સામે માલના ભાવવધારાની કોઇ ગેરંટી નહીં મળે ત્યાં સુધી કોઇ ભાવવધારો કરવામાં ન આવે. આ સાથે ભારતીય કિસાન સંઘ દ્રારા વડાપ્રધાનને પત્ર લખી આ મામલે દરમ્યાનગીરી કરી તાત્કાલિક અસરથી ભાવવધારો પરત ખેંચવાની રજૂઆત કરવા કવાયત શરૂ કરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભારતીય કિસાન સંઘ ગુજરાત દ્રારા રાસાયણિક ખાતરમાં ભાવવધારાને લઇ આક્રમડ મૂડમાં જોવા મળ્યું છે. કિસાન સંઘના પત્ર મુજબ ગઇકાલે બહાર પાડેલ એક પત્રમાં વિવિધ ખાતરોમાં અધધધ…. જેટલો ભાવ વધારો કરાયો છે. જે મુજબ ડી.એ.પી. ખાતરના રૂ.1200(50 કિલો)ની થેલીમાં રૂ.700 વધારીને 1900 કરાયા તો 12:32: 16 ખાતરમાં રૂ.1185ના સીધા જ રૂ.1800 કરી દેવાતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આક્રોશ@ગુજરાત: ખાતરમાં બેફામ ભાવવધારો, કિસાન સંઘે કહ્યું ખેડૂતોને મરણતોલ ફટકો

સમગ્ર મામલે ભારતીય કિસાન સંઘ દ્રારા કિસાનો માટે વ્રજાઘાત સમાન ભાવ વધારાની માહીતિ વડાપ્રધાનને છે કે કેમ ? તેમ પુછીને દરમ્યાનગીરી કરી તત્કાલ ભાવવધારો પાછો ખેંચવા અપીલ કરવાની કવાયત શરૂ કરાઇ છે. આ સાથે કિસાનોની તમામ પેદાશોના ટેકાના ભાવ નક્કી કરવામાં આવે અને તેનાથી જ ઉપર ખરીદી માટેની ગેરંટી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવતાં એકરીતે કિસાન નેતા રાકેશ ટિકૈતની વાતને આડકતરી રીતે જોરદાર સમર્થન મળ્યું છે.