આક્રોશ@હારીજઃ શૌચાલય બની ગયા, પેમેન્ટ બાકી, લાભાર્થીઓ ત્રાહીમામ્

અટલ સમાચાર, પાટણ હારિજ તાલુકાના ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયો બનાવતા દરમિયાન જિલ્લાને ઓડીએફ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જોકે, જિલ્લામાં અનેક પરિવારો શૌચાલય વિહોણા હોઈ અલગ યાદીના ભાગરૂપે વધુ ટાર્ગેટ આપી શૌચાલયો ઉભા કરવા મથામણ કરી હતી. જેમાં 100થી વધુ પરિવારોએ શૌચાલય બનાવી લીધા પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચુકવણું બાકી હોઈ મુંઝવણમાં મુકાયા
 
આક્રોશ@હારીજઃ શૌચાલય બની ગયા, પેમેન્ટ બાકી, લાભાર્થીઓ ત્રાહીમામ્

અટલ સમાચાર, પાટણ

હારિજ તાલુકાના ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયો બનાવતા દરમિયાન જિલ્લાને ઓડીએફ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જોકે, જિલ્લામાં અનેક પરિવારો શૌચાલય વિહોણા હોઈ અલગ યાદીના ભાગરૂપે વધુ ટાર્ગેટ આપી શૌચાલયો ઉભા કરવા મથામણ કરી હતી. જેમાં 100થી વધુ પરિવારોએ શૌચાલય બનાવી લીધા પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચુકવણું બાકી હોઈ મુંઝવણમાં મુકાયા છે.

આક્રોશ@હારીજઃ શૌચાલય બની ગયા, પેમેન્ટ બાકી, લાભાર્થીઓ ત્રાહીમામ્

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડીયા ગામે શૌચાલયોનુ ચુકવણું બાકી હોવાનો મુદ્દો ગરમાયો છે. ગ્રામ પંચાયતના સભ્ય હાર્દિક પટેલે અગાઉ કરેલી રજૂઆતોને પગલે જિલ્લા વિકાસ અધિકારીને તાત્કાલિક ચુકવણું કરી દેવા પત્ર લખ્યો છે. જેમાં લાભાર્થીઓને ઝડપથી ચુકવણું નહી થાય તો પ્રતિક ઉપવાસની ચિમકી આપી છે. આ દરમિયાન જિલ્લા પંચાયતે તાત્કાલિક અસરથી હારીજ તાલુકા પંચાયતના એસબીએમ એકમને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અડીયા ગામે કેટલાક શૌચાલયો એલઓબી અંતર્ગત તો કેટલાક વર્લ્ડ બેન્કની સહાયથી બનાવવામાં આવ્યા છે. જોકે, હારીજ તાલુકા પંચાયતે અત્યારસુધી ચુકવણું નહી કરતા લાભાર્થીઓ ભરાઈ પડ્યા છે. આથી અડીયા ગ્રામ પંચાયતે સમગ્ર મામલે જિલ્લા પંચાયતને અવગત કરી સ્વખર્ચે ઉભા કરેલ શૌચાલયોનું ચુકવણું લાભાર્થીઓને કરી દેવા જણાવ્યું છે.

સરેરાશ 12 લાખની ગ્રાન્ટ અટકી

સમગ્ર મામલે અડીયા ગ્રામ પંચાયતના હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હારીજ તાલુકા પંચાયતથી સરેરાશ 12 લાખની ગ્રાન્ટ મળી ન હોવાથી લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં શૌચાલયો બાબતે રૂબરૂ મુલાકાત અને તપાસ થઈ ગઈ હોવાછતાં કોઈ કારણથી ગ્રાન્ટ નહી આવતા નારાજગી ઉભી થઈ છે. જો આગામી દિવસોએ ગ્રાન્ટ નહી મળે તો પ્રતિક ઉપવાસ સહિતની તૈયારીઓ કરવામાં આવી છે.