આક્રોશ@કરજણ: સામૂહિક બળાત્કાર-હત્યા કેસમાં અલ્પેશ ઠાકોરે સરકાર પર કર્યા પ્રહારો, જાણો શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રજણમાં એક પરિણીતા પર સામૂહિક બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યાની ઘટના મુદ્દે રાજકારણ શરૂ થયું છે. ઠાકોર સેનાના નેતા અને ભાજપના અગ્રણી અલ્પેશ ઠાકોરે આજે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. અલ્પેશ ઠાકોર પોતે ભારતીય જનતા પાર્ટીમાં છે તેમ છતાં તેમણે કરજણમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અક્ષય પટેલને નિશાને લીધા
 
આક્રોશ@કરજણ: સામૂહિક બળાત્કાર-હત્યા કેસમાં અલ્પેશ ઠાકોરે સરકાર પર કર્યા પ્રહારો, જાણો શું કહ્યું ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રજણમાં એક પરિણીતા પર સામૂહિક બળાત્કાર અને ત્યાર બાદ તેની હત્યાની ઘટના મુદ્દે રાજકારણ શરૂ થયું છે. ઠાકોર સેનાના નેતા અને ભાજપના અગ્રણી અલ્પેશ ઠાકોરે આજે પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. અલ્પેશ ઠાકોર પોતે ભારતીય જનતા પાર્ટીમાં છે તેમ છતાં તેમણે કરજણમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અક્ષય પટેલને નિશાને લીધા અને કહ્યું કે આટલો મોટો બનાવ બન્યો છે છતાં કોઇ રાજનેતા અહીં આવ્યો નથી. તેમણે ઉમેર્યુ હતુ કે, સંવેદનશીલ સરકાર આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવે અને આરોપીઓને ફાંસીની સજા અપાવે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરાના કરજણ પંથકમાં 16 ઓગસ્ટે મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી હતી. પોલીસે તપાસ કરતા ઘટસ્ફોટ થયો છે કે સામૂહિક દુષ્કર્મ બાદ તેની હત્યા કરાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ 6 આરોપીની ધરપકડ કરી હતી.પોલીસના દાવા પ્રમાણે, 16 ઓગસ્ટે મહિલાનો મૃતદેહ મળ્યા બાદ હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તે દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ દરમિયાન ડૉગ સ્ક્વૉડ અને FSLની મદદ લીધી હતી. ટ્રેકર ડૉગ જાવા દ્વારા સીન ઓફ ક્રાઈમની વસ્તુઓની સ્મેલના આધારે ટ્રેકિંગ કરાયું હતું.

જે દરમ્યાન ટ્રેકર ડોગ ઘટનાસ્થળથી 500 મીટર દૂર આવેલા એક ટેન્ટમાં જઈ રોકાઈ ગયો હતો. ત્યાં એક શખ્સ પર તેણે શંકા વ્યક્ત કરી હતી.પોલીસે તે શખ્સને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા હત્યા અને સામૂહિક દુષ્કર્મની વિગતો પ્રકાશમાં આવી હતી. આમ આરોપીઓ સુધી પહોંચવામાં એક ટ્રેકર ડોગે મહત્વની ભૂમિકા ભજવી હતી.