આક્રોશ@ખંભાતઃ જુથ અથડામણના બીજા દિવસે પણ અજંપાભરી શાંતિ

અટલ સમાચાર, ડેસ્ક ખંભાત શહેરના અકબરપુર ત્રણ બત્તી વિસ્તારમાં ગઈકાલે બે કોમો વચ્ચે થયેલી જુથ અથડામણ બાદ આજે અજંપાભરી શાંતિ વચ્ચે બજારો ખુલી ગયા હતા અને પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે આ બનાવમાં 150થી વધુ હિન્દુ મુસ્લીમ કોમના ટોળા સામે બે જુદી જુદી ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તીનબત્તી વિસ્તારમાં
 
આક્રોશ@ખંભાતઃ જુથ અથડામણના બીજા દિવસે પણ અજંપાભરી શાંતિ

અટલ સમાચાર, ડેસ્ક

ખંભાત શહેરના અકબરપુર ત્રણ બત્તી વિસ્તારમાં ગઈકાલે બે કોમો વચ્ચે થયેલી જુથ અથડામણ બાદ આજે અજંપાભરી શાંતિ વચ્ચે બજારો ખુલી ગયા હતા અને પોલીસે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસે આ બનાવમાં 150થી વધુ હિન્દુ મુસ્લીમ કોમના ટોળા સામે બે જુદી જુદી ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તીનબત્તી વિસ્તારમાં આજે દસ વાગ્યાના સુમારે પોલીસે દુકાનો બંધ કરાવી દીધી હતી.

ખંભાતના તીનબત્તી વિસ્તારમાં થયેલા ફાયરીંગમાં રીક્ષામાં બેસી જઈ રહેલા નિર્દોષ પ્રૌઢ વીનુભાઈ ચાવડા કે જેઓને આ કોમી તોફાન સાથે કોઈ લેવાદેવા ન હતી. તેઓને ગોળી વાગતા મોત નીપજ્યાની ઘટનાને લઈને ગઈકાલે મૃતકના પુત્ર સહિત પરિવારજનોએ પોલીસ મથકે જઈ હોબાળો મચાવી તેઓની ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. પરંતુ પોલીસે એક ગુનામાં બે ફરિયાદો નોંધાય નહી તેમ કહી વીનુભાઈ ચાવડાના પુત્રની ફરિયાદ નોંધી ન હતી. ત્યારબાદ પોલીસે મોડા જે રીક્ષામાં વીનુભાઈ ચાવડાને જે રીક્ષામાં ગોળી વાગી હતી તે રીક્ષાના ચાલકની ફરિયાદ નોંધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આજે સવારે મૃતક વીનુભાઈ ચાવડાના પુત્રએ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને જ્યાં સુધી ફાયરીંગ કરનાર પોલીસ અધિકારી વિરુદ્ધ ગુનો નોંધવામાં ન આવે ત્યાં સુધી પોસ્ટમોર્ટમ માટે સંમતિ આપવાનો ઈન્કાર કર્યો હતો. જેને લઈને પોલીસ અધિકારીઓ દ્વારા મૃતકના પરિવારજનોએ સમજાવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે.

મળતી વિગતો અનુસાર ખંભાત શહેરમાં અકબરપુર ત્રણ બત્તી વિસ્તારમાં ગઈકાલે બપોરના સુમારે બે કોમ વચ્ચે ઉત્તરાયણ પર થયેલા ઝઘડાની અદાવતમાં જુથ અથડામણ સર્જાઈ હતી. જેમાં પોલીસે છ રાઉન્ડ ફાયરીંગ અને 25 ટીયર ગેસના સેલ છોડી તોફાની ટોળાઓને કાબુમાં લીધા હતા. આ બનાવમાં વિનોદભાઈ ચાવડા નામના પ્રૌઢને ગોળી વાગતા મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે ખંભાત સીટી પોલીસે પીએસઆઈ જે. બી. ચાવડાની ફરિયાદના આધારે મુસ્લીમ અને હિન્દુ ચુનારા સમાજના બંને જુથના 100 થી 150 જેટલા લોકોના ટોળા કે જેમાં લોકો જીવલેણ મારક હથીયારો, તલવાર, પાઈપો, લાકડીઓ, કેરોસીન, પેટ્રોલના ડબ્બાઓ તથા પથ્થરો સાથે આવી જીવલેણ હુમલો કરી તેમજ પોલીસ અને પોલીસના વાહનો ઉપર પથ્થરમારો કરી મકાનોને આગ ચાંપી ઘરવખરીનો સામાન તોડફોડ કરી બાળી નાંખી નુકસાન કર્યા અંગે ગુનો નોંધ્યો છે.