આક્રોશ@મહેસાણા: પોલીસના મારથી યુવકનું મોત થયાનો આક્ષેપ, ઠાકોર સમાજ દ્વારા ન્યાય યાત્રા, કલેક્ટર-SPને આવેદનપત્ર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણામાં દારૂના ગુન્હામાં પકડાયેલા યુવકનું સારવાર દરમ્યાન મોત થતાં ઠાકોર સમાજે આજે ભારે આક્રોશ સાથે ન્યાય યાત્રા યોજી કલેક્ટર અને એસપીને આવેદન પત્ર આપ્યું હતું. ઠાકોર સમાજે આજે મોટી સંખ્યામાં એકઠા થઇ યુવકનું મોત પોલીસના મારના કારણે નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે મૃતકના પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર
 
આક્રોશ@મહેસાણા: પોલીસના મારથી યુવકનું મોત થયાનો આક્ષેપ, ઠાકોર સમાજ દ્વારા ન્યાય યાત્રા, કલેક્ટર-SPને આવેદનપત્ર

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણામાં દારૂના ગુન્હામાં પકડાયેલા યુવકનું સારવાર દરમ્યાન મોત થતાં ઠાકોર સમાજે આજે ભારે આક્રોશ સાથે ન્યાય યાત્રા યોજી કલેક્ટર અને એસપીને આવેદન પત્ર આપ્યું હતું. ઠાકોર સમાજે આજે મોટી સંખ્યામાં એકઠા થઇ યુવકનું મોત પોલીસના મારના કારણે નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે મૃતકના પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.

આક્રોશ@મહેસાણા: પોલીસના મારથી યુવકનું મોત થયાનો આક્ષેપ, ઠાકોર સમાજ દ્વારા ન્યાય યાત્રા, કલેક્ટર-SPને આવેદનપત્ર

મહેસાણા શહેરના મગપરામાં રહેતા ઠાકોર રાકેશજી નામના યુવકને દારૂના કેસમાં ઝડપ્યા બાદ રવિવારે સારવાર દરમ્યાન સિવિલમાં મોત નિપજ્યું હતું. જોકે પરિવારજનોએ પોલીસના મારના કારણે મોત નિપજ્યાનો આક્ષેપ કર્યો છે. આજે મહેસાણા ઠાકોર સમાજ દ્વારા મહેસાણામાં વિશાળ રેલી યોજી ન્યાયની માગ સાથે કલેકટર અને એસપીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ઠાકોર રાકેશજી નામના યુવકને દારૂના ગુન્હામાં પોલીસે ઝડપ્યો હતો ત્યારબાદ તેને જેલમાં મોકલ્યા બાદ તેની તબિયત લથડતા યુવકને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. જોકે સિવિલમાં જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસના મારના કારણે મોત નિપજ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહનું અમદાવાદ સિવિલમાં ફોરેન્સિક પીએમ કરાવવામા આવ્યું હતું. જો કે, પરિવારજનો દ્વારા હાલ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેવામા આવ્યો છે.

આક્રોશ@મહેસાણા: પોલીસના મારથી યુવકનું મોત થયાનો આક્ષેપ, ઠાકોર સમાજ દ્વારા ન્યાય યાત્રા, કલેક્ટર-SPને આવેદનપત્ર

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઠાકોર રોહિતજીના મોત મામલે આજે મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા વિશાળ રેલી યોજવામા આવી હતી. મગપરાથી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના પુરુષોની સાથે મહિલાઓ પણ જોડાઈ હતી. જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરવામા આવી હતી. સમગ્ર મામલે અભિજીતસિંહ બારડે જણાવ્યું હતું કે, આજે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા ને આ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા એ ખાતરી આપી છે કે, બે દિવસ માં ન્યાય મળશે.

આક્રોશ@મહેસાણા: પોલીસના મારથી યુવકનું મોત થયાનો આક્ષેપ, ઠાકોર સમાજ દ્વારા ન્યાય યાત્રા, કલેક્ટર-SPને આવેદનપત્ર