આક્રોશ@પાલનપુર: હાથરસ ગેંગરેપ મામલે કોંગ્રેસનું પ્રદર્શન, અનેકની અટકાયત

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે આજે પાલનપુરમાં કોંગ્રેસ દ્રારા ઉત્તરપ્રદેશમાં બનેલી ગેંગરેપની ઘટનાને લઇ ભારે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પુતળું બાળી સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ તરફ પાલનપુર પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યુ છે. નોંધનિય છે કે, આજે હાથરસ જઇ રહેલા રાહુલ અને પ્રિયંકા ગાંધી
 
આક્રોશ@પાલનપુર: હાથરસ ગેંગરેપ મામલે કોંગ્રેસનું પ્રદર્શન, અનેકની અટકાયત

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે આજે પાલનપુરમાં કોંગ્રેસ દ્રારા ઉત્તરપ્રદેશમાં બનેલી ગેંગરેપની ઘટનાને લઇ ભારે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પુતળું બાળી સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ તરફ પાલનપુર પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યુ છે. નોંધનિય છે કે, આજે હાથરસ જઇ રહેલા રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ અટકાયત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે આજે કોંગ્રેસે હાથરસ ગેંગરેપની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં જીલ્લા પ્રમુખ દિનેશ ગઢવી સહિતના કાર્યકર્તાઓએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પુતળું સળગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. નોંધનિય છે કે, ઉતરપ્રદેશના હાથરસમાં ચાર હેવાનોએ વાલ્મીકિ સમાજની દીકરી સાથે ગેંગરેપ કરી તેની કરોડરજ્જુ અને જીભ કાપી નાંખી હતી. આ દરમ્યાન 15 દિવસ બાદ તેનું સારવાર દરમ્યાન મોત થવાની વચ્ચે પોલીસે મધરાતે પરિવારની ગેરહાજરીમાં તેના અંતિમસંસ્કાર કરી નાંખ્યા હતા.

આક્રોશ@પાલનપુર: હાથરસ ગેંગરેપ મામલે કોંગ્રેસનું પ્રદર્શન, અનેકની અટકાયત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, હાથરસ ગેંગરેપની ઘટનાને લઇ સમગ્ર દેશમાં ભારે આક્રોશની સ્થિતિ વચ્ચે આજે પાલનપુરમાં કોંગ્રેસે પણ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કોંગ્રેસના દિનેશભાઇ ગઢવી સહિતના કાર્યક્રરોએ યોગી આદિત્યનાથનું પુતળું બાળતાં પશ્વિમ પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આ તરફ આજે કોંગ્રેસના રાહુલ અને પ્રિયંકા ગાંધીને પણ હાથરસ જતાં અટકાવતાં દરમ્યાન અટકાયત કરતાં કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.