આક્રોશ@સુઇગામ: કેનાલમાં અષાઢથી ભ્રષ્ટાચારના નમૂના શરૂ, 25 ફૂટનું ગાબડું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) કોરોના વાયરસની મહામારી વચ્ચે આજે અષાઠી બીજથી ફરી એકવાર બનાસકાંઠામાં કેનાલોમાં ગાબડાંના શ્રીગણેશ થયા છે. આજે સુઇગામ તાલુકાની માઇનોર કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યુ છે. જોકે કેનાલ પાસે કોઇ ખેતર ના હોવાથી પાક નુકશાની થતાં બચી હોવાથી ખેડૂતોને રાહત મળી છે. આ તરફ કેનાલમાં સાફ-સફાઇ નહિ કરવાના
 
આક્રોશ@સુઇગામ: કેનાલમાં અષાઢથી ભ્રષ્ટાચારના નમૂના શરૂ, 25 ફૂટનું ગાબડું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના વાયરસની મહામારી વચ્ચે આજે અષાઠી બીજથી ફરી એકવાર બનાસકાંઠામાં કેનાલોમાં ગાબડાંના શ્રીગણેશ થયા છે. આજે સુઇગામ તાલુકાની માઇનોર કેનાલમાં 25 ફૂટનું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યુ છે. જોકે કેનાલ પાસે કોઇ ખેતર ના હોવાથી પાક નુકશાની થતાં બચી હોવાથી ખેડૂતોને રાહત મળી છે. આ તરફ કેનાલમાં સાફ-સફાઇ નહિ કરવાના કારણે ગાબડું પડ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક ખેડૂતો કરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આક્રોશ@સુઇગામ: કેનાલમાં અષાઢથી ભ્રષ્ટાચારના નમૂના શરૂ, 25 ફૂટનું ગાબડું

બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકની દુધવા માઇનોર કેનાલમાં આજે 25 ફૂટનું ગાબડું પડ્યું છે. અગાઉ કેટલીય વાર ગાબડાં પડતાં ખેડૂતોને ભારે નુકશાન થયેલુ છે. જોકે કેનાલમાં ખાનગી કોન્ટ્રાક્ટર દ્રારા સાફ-સફાઇ થતી હોય ત્યારે કોઇ અધિકારીઓ હાજર ન હોવાથી જેવું તેવું કામ કરી કોન્ટ્રાક્ટર જતાં રહેતાં હોવાની ફરીયાદો પંથકમાં ઉઠી રહી છે. આ તરફ આજે પડેલા ગાબડાંને કારણે મોટી માત્રામાં પાણીના જથ્થાનો વ્યય થયો હતો.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આજે દુધવા માઇનોર કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોના પાકને કોઇ નુકશાન થયુ નથી. પરંતુ કેનાલ પાસે જ આવેલા ખેતરમાં હાલ મુખ્યત્વે કપાસનું વાવેતર હોય છે. જોકે સદનસીબે સરકારી પડતર જમીનમાં કેનાલનું પાણી ફેલાતા પાક નુકશાની ટળી છે. આ તરફ વારંવાર કેનાલમાં ગાબડાં પડવા છતાં સરકાર હજુ સુધી કેમ કોઇપણ એજન્સીને બ્લેકલીસ્ટ નથી કરતી તે સૌથી મોટો સવાલ છે.

આક્રોશ@સુઇગામ: કેનાલમાં અષાઢથી ભ્રષ્ટાચારના નમૂના શરૂ, 25 ફૂટનું ગાબડું