આક્રોશ@વડનગર: 16 નર્સિંગ સસ્પેન્ડ, સ્ટાફે કહ્યું, તાકાત હોય તો સૌને કરો

અટલ સમાચાર, વડનગર (મનોજ ઠાકોર) વડનગરની મેડીકલ હોસ્પિટલમાં ઉભો થયેલી બૂમરાણ વચ્ચે મોટી ઘટના બની છે. કોન્ટ્રાક્ટ એજન્સીએ 16 નર્સિંગને સસ્પેન્ડ કરતાં આક્રોશ ફાટી નિકળ્યો છે. સસ્પેન્ડનું કહી ક્વાર્ટર ખાલી કરવાનું કહેવા જતાં હડતાળ ઉપર ગયેલા સ્ટાફે રોકડું પરખાવ્યું છે. 16 નહિ 125થી વધુ એટલે કે તમામને ટર્મિનેટ કરો એવો પડકાર ફેંક્યો હતો. બંને પક્ષે
 
આક્રોશ@વડનગર: 16 નર્સિંગ સસ્પેન્ડ, સ્ટાફે કહ્યું, તાકાત હોય તો સૌને કરો

અટલ સમાચાર, વડનગર (મનોજ ઠાકોર)

વડનગરની મેડીકલ હોસ્પિટલમાં ઉભો થયેલી બૂમરાણ વચ્ચે મોટી ઘટના બની છે. કોન્ટ્રાક્ટ એજન્સીએ 16 નર્સિંગને સસ્પેન્ડ કરતાં આક્રોશ ફાટી નિકળ્યો છે. સસ્પેન્ડનું કહી ક્વાર્ટર ખાલી કરવાનું કહેવા જતાં હડતાળ ઉપર ગયેલા સ્ટાફે રોકડું પરખાવ્યું છે. 16 નહિ 125થી વધુ એટલે કે તમામને ટર્મિનેટ કરો એવો પડકાર ફેંક્યો હતો. બંને પક્ષે ટકરાવ યથાવત રહેતા મામલો વધુ ઉગ્ર બનતો જાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના વડનગર ખાતેની સરકારી મેડિકલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ ઘટી ગયો છે. કરાર આધારિત નર્સિંગને પગાર બાબતે ભયંકર અન્યાય હોવાની ધારદાર રજૂઆતમાં વળાંક આવ્યો છે. છેલ્લા બે દિવસથી ચાલતી ચર્ચાને અંતે એકતા તોડવા સમાન નિર્ણય લેવાયો છે. કોન્ટ્રાક્ટ એજન્સીએ આગેવાન એવા 16 નર્સિંગને બરતરફ કર્યા ખળભળાટ મચી ગયો છે. કોરોના મહામારી છતાં ફરજ સામે બેકાળજી દાખવતાં હોવાનો આધાર લઈ 10 પુરુષ અને 6 મહિલા આરોગ્ય કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. જેની જાણ કરવા છતાં કોન્ટ્રાક્ટ એજન્સીના માણસો સમક્ષ નર્સિંગ સ્ટાફે ભારે રોષ ઠાલવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટ એજન્સી રાજદીપ એન્ટરપ્રાઈઝ અને આરોગ્ય તંત્ર ભારે ચર્ચા કરી રહ્યા છે. જોકે પગાર બાબતે લેખિત બાંહેધરી નહિ આપતાં નર્સિંગ સ્ટાફ મક્કમ બન્યો છે. આ તરફ હાલ કોરોના મહામારી વચ્ચે 154 પૈકી 16ને સસ્પેન્ડ કરી ચાલ રમ્યા હોવાનો આક્ષેપ થયો છે. સમગ્ર ઘટનાક્રમમાં વાયરસનાં દર્દીઓની સેવા કરતાં વોરિયર્સ ભૂખ્યા તરસ્યા લડત આપવા મજબૂર બન્યા છે.

આક્રોશ@વડનગર: 16 નર્સિંગ સસ્પેન્ડ, સ્ટાફે કહ્યું, તાકાત હોય તો સૌને કરો

ક્વાર્ટર ખાલી કરવાની ડરામણી ધમકીનો આક્ષેપ

હડતાળ નહિ સમેટાતા કોન્ટ્રાક્ટ એજન્સી અને આરોગ્ય તંત્ર મંથનમાં લાગ્યા છે. આ દરમ્યાન કોરોના વચ્ચે ક્વાર્ટરમાં રહેતા નર્સિંગ સ્ટાફને સ્થળ છોડવાનો હુકમ કરતાં હોવાની વાત આવી રહી છે. નર્સિંગ સ્ટાફના એક મહિલાએ જણાવ્યું હતું કે, ક્વાર્ટર છોડવાની ધમકી આપી પાછાં પાડવામાં આવે છે.