આક્રોશ@ઊંઝા: નિકાસના વેપારીઓની ચિમકી, કરોડોનો વેપાર ઠપ્પ થઇ શકે

અટલ સમાચાર, મહેસાણા કેન્દ્ર સરકારની યોજના MEIS સ્કીમને લઈને આજે સમગ્ર ગુજરાતના એક્સપોર્ટર્સો ચિંતામાં મુકાયા છે. કારણ કે કરોડો રૂપિયાના મસાલા વિદેશમાં ગયા બાદ સરકાર દ્વારા આપવામાં આવતી રાહતની 2500 કરોડ જેટલી રકમ આખા ગુજરાતની સરકારમાં જમા થવાથી એક્સપોર્ટર્સની હાલત કફોડી બની છે. જે પગલે આગામી 1 ડિસેબરથી એક્સપોટર્સે વેપાર બંધ કરવાની ચીમકી આપી છે.
 
આક્રોશ@ઊંઝા: નિકાસના વેપારીઓની ચિમકી, કરોડોનો વેપાર ઠપ્પ થઇ શકે

અટલ સમાચાર, મહેસાણા

કેન્દ્ર સરકારની યોજના MEIS સ્કીમને લઈને આજે સમગ્ર ગુજરાતના એક્સપોર્ટર્સો ચિંતામાં મુકાયા છે. કારણ કે કરોડો રૂપિયાના મસાલા વિદેશમાં ગયા બાદ સરકાર દ્વારા આપવામાં આવતી રાહતની 2500 કરોડ જેટલી રકમ આખા ગુજરાતની સરકારમાં જમા થવાથી એક્સપોર્ટર્સની હાલત કફોડી બની છે. જે પગલે આગામી 1 ડિસેબરથી એક્સપોટર્સે વેપાર બંધ કરવાની ચીમકી આપી છે. જેમાંથી 200 કરોડ રૂપિયા માત્ર ઊંઝાના એક્સપોર્ટરના હોવાનું બહાર આવ્યું છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહેસાણા જીલ્લાના ઊંઝામાં આવેલા એશિયાનું સૌથી મોટું સ્પાઈસ સિટી બજારમાં એક્સપોર્ટર વેપારીઓ ચિંતામાં મુકાયા છે. ભારત સરકારની MEIS સ્કીમ અંતર્ગત મસાલા પાકોને એક્સપોર્ટ કરવાની તક આપવામાં આવે છે. જેમાં ભારત સરકાર દ્વારા 2015થી આ સ્કીમ લાગુ કરવામાં આવી છે. જે સ્કીમ અંતર્ગત સમગ્ર ભારતમાંથી ઉત્પાદન થતા પાકોને એક્સપોર્ટર દ્વારા પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન બાદ વિશ્વમાં વેપાર કરવાની તક મળે છે. આગામી 2020 સુધી આ પોર્ટલ વેબસાઈટ ચાલુ રહેશે તેવો અંદાજ હતો. જેથી ગુજરાતના તમામ એક્સપોટર્સે સમગ્ર વિશ્વમાં કરોડો રૂપિયાનો વેપાર રજિસ્ટર કરાવીને વેચાણ કર્યો હતો.

આક્રોશ@ઊંઝા: નિકાસના વેપારીઓની ચિમકી, કરોડોનો વેપાર ઠપ્પ થઇ શકે

એક્સપોર્ટર વેપારીઓને આ સ્કીમ અંતર્ગત જીરું પર 7 ટકા, વરિયાળી પર 5 ટકા, તલમાં 5 ટકા, ઈસબગુલ 5 ટકા, ધાણા 5 ટકા, સુવા 7 ટકા, મેથી 7 ટકા વેપારીઓને તેમના ખાતામાં જમા મળતા હોય છે. દર 15 થી 30 દિવસમાં આ રકમ વેપારીઓને મળતી હતી. પરંતુ 1 ઓગસ્ટ, 2019થી ઈન્સેન્ટીવ જે પોર્ટલ એટલે કે વેબસાઈટ પરથી મળતું હતું તે હવે બંધ થયું છે. જેનું કારણ હાલ માં ટેક્નિકલ ખામી હોવાનું સરકારી અધિકારીઓ જણાવી રહ્યાં છે. જેથી માત્ર ઊંઝાનું 200 કરોડ અને ગુજરાતનું 2500 કરોડની રકમ ભારત સરકાર દ્વારા વેપારીઓને ન મળતા હાલમાં એક્સપોર્ટરની હાલત ભારે કફોડી બની છે.

એક્સપોર્ટર્સની સંપૂર્ણ વેપાર બંધ કરવાની ચીમકી

1 ડિસેમ્બર સુધી સરકાર આ મામલે નિર્ણય નહિ લે તો એક્સપોર્ટર્સ દ્વારા સંપૂર્ણ વેપાર બંધ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા ટેકો આપીને સરકારને રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે સરકારી અધિકારીઓએ આ સમગ્ર મામલે ઝડપી નિર્ણય આવશે તેવું ગુજરાત ચેમ્બર ઓર કોમર્સના સેક્રેટરી દિલીપ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

નોંધનિય છે કે, ઊંઝા બજારે રસોઈની સોડમ સમગ્ર વિશ્વમાં ફેલાવી છે, ત્યારે હાલ એક્સપોર્ટર્સની હાલત ભારે કફોડી બની છે. કારણ કે, કેન્દ્ર સરકારની ખાસ આ નીતિના પગલે વેપારીઓએ ઓછા નફે વિશ્વમાં મસાલાનો માલ વેચી નાંખ્યો છે. આટલી મોટી રકમ સરકાર દ્વારા રિફંડ ન આવતા હાલમાં નવા માલની ખરીદી થઈ શકતી નથી. જેથી બજારમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. જેનો સીધો માર ખેડૂતોને પડી રહ્યો છે. જો આજ સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં ઊંઝાનું બજાર ફરી એકવાર મંદીમાં આવી જશે તેવી શક્યતા વર્તાઈ રહી છે.