મહેસાણા: ઓવરલોડ રેતી-કપચી ભરેલી ટ્રકો ઝડપાઈ, 8 લાખમાં દંડાશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાના જોટાણા અને કડી પંથકમાં ખાણખનીજ એકમે ગોઠવેલી તપાસમાં પાંચ ટ્રકો ઝડપાઈ છે. કપચી અને ચિનાઇ માટી ઓવરલોડ અને રેતીની બિનપરવાનગી વહન કરતી ટ્રકો પકડી કડી પોલીસ મથકે મુકવામાં આવી છે. જેની સામે સરેરાશ 8 લાખનો દંડ થાય તેમ છે. મહેસાણા ખાણખનીજ એકમે જોટાણા પંથકમાં રવિવારે વહેલી સવારે ચેકિગ હાથ ધર્યું હતું.
 
મહેસાણા: ઓવરલોડ રેતી-કપચી ભરેલી ટ્રકો ઝડપાઈ, 8 લાખમાં દંડાશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના જોટાણા અને કડી પંથકમાં ખાણખનીજ એકમે ગોઠવેલી તપાસમાં પાંચ ટ્રકો ઝડપાઈ છે. કપચી અને ચિનાઇ માટી ઓવરલોડ અને રેતીની બિનપરવાનગી વહન કરતી ટ્રકો પકડી કડી પોલીસ મથકે મુકવામાં આવી છે. જેની સામે સરેરાશ 8 લાખનો દંડ થાય તેમ છે.

મહેસાણા ખાણખનીજ એકમે જોટાણા પંથકમાં રવિવારે વહેલી સવારે ચેકિગ હાથ ધર્યું હતું. જેમાં મોરબીથી કપચી અને ચિનાઈ માટી ભરીને આવતી ટ્રક તપાસવામાં આવી હતી. 8 ટન કપચી અને 10 ટન ચિનાઈ માટી ઓવરલોડ ભરેલી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે રોયલ્ટી વગર રેતી ભરીને જતી એક ટ્રક પકડાઈ હતી.

ખાણ ખનીજ દ્વારા પાંચ ટ્રકોને ઝડપી કડી પોલીસ મથકે લાવી સીઝ કરવામાં આવી હતી. જેમાં સરેરાશ 8 લાખ જેટલો દંડ કરવામાં આવે તેવી શક્યતા છે.