પડાપડી@કચ્છ: આગામી ચુંટણીને લઈ ભાજપમાં ટીકીટ માટે ઉમેદવારોમાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી પગલે ભારતીય જનતા પાર્ટીએ સેન્સની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં ભાજપનુ નિરીક્ષક મંડળ ત્રણ દિવસ માટે કચ્છ પહોંચ્યુ હતુ. રોટરી ક્લબ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ફેબ્રુઆરી માસમાં યોજનાર સુધરાઈ તાલુકા પંચાયતની સેન્સ પ્રક્રિયામાં 36 બેઠકો માટે 350 ઉમેદવારોએ પોતાના બાયોડેટા સહિતની વિગતો રજુ કરી હતી.
 
પડાપડી@કચ્છ: આગામી ચુંટણીને લઈ ભાજપમાં ટીકીટ માટે ઉમેદવારોમાં દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી પગલે ભારતીય જનતા પાર્ટીએ સેન્સની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં ભાજપનુ નિરીક્ષક મંડળ ત્રણ દિવસ માટે કચ્છ પહોંચ્યુ હતુ. રોટરી ક્લબ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ફેબ્રુઆરી માસમાં યોજનાર સુધરાઈ તાલુકા પંચાયતની સેન્સ પ્રક્રિયામાં 36 બેઠકો માટે 350 ઉમેદવારોએ પોતાના બાયોડેટા સહિતની વિગતો રજુ કરી હતી. કચ્છ જીલ્લાના મહામંત્રી વલમજીભાઈ હુંબલ તથા અન્ય લોકોની પેનલ દ્વારા ઉમેદવારોની પંસદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુધરાઇમાં 9 વોર્ડમાં 36 બેઠક પૈકી 18 બેઠક મહિલા માટે હોવાથી આ પ્રક્રિયામાં શરૂઆતમાં મહિલા ઉમેદવારની ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ફોર્મની પ્રક્રિયામાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ નગરપતિ ભરત શાહ, જિલ્લા ભાજપના મંત્રી, પૂર્વ નગરપતિ વસંત કોડરાણી, શહેર ભાજપના પ્રમુખ ડેની શાહ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ જીવાભાઇ આહીર, ગોવિંદ કોઠારી, શહેર ભાજપના મહામંત્રી દિગંત ધોળકિયા, અશ્વિન સોરઠિયા, પૂર્વ નગરપતિ રાજુ પલણ, સંજય દાવડા, શહેર-જિલ્લા-તાલુકા ભાજપના નેતાઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સુધરાઇમાં હાલમાં ભાજપનું શાસન હોવાથી દાવેદારનો રાફડો ફાટયો છે. ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવાર પોતાની ભલામણ માટે દોડાદોડી કરતા નજરે પડયા હતા.અંજાર તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતની ચૂંટણીના સેન્સ માટે જિલ્લા ભાજપના મંત્રી વાલજીભાઇ ટાપરિયા, ઘનશ્યામ રસિકભાઇ ઠક્કર, મનીષાબેન કેશવાણીની પેનલ પાસે તાલુકા પંચાયતની 20 બેઠક માટે 53 ઉમેદવારોએ પોતાનો દાવો રજૂ કર્યો હતો. જિલ્લા પંચાયતની ચાર બેઠક માટે 14 ઉમેદવારોએ પોતાનો દાવો રજૂ કર્યો હતો.