દર્દનાક@ભિલોડા: ખરાબ રસ્તાથી ત્રાસી લોકોએ રામભરોસે મુક્યુ, તંત્ર સામે લાચાર સ્થિતિ

અટલ સમાચાર, ભિલોડા કોરોના કહેર વચ્ચે મોડાસા તાલુકાના ગામે રસ્તાની સમસ્યાને લઇ ગ્રામજનોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યુ છે. તાલુકાની સીમાઓને લઇ માર્ગ રીપેર નહિં કરતાં લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ માર્ગમાં એક-એક ફૂટના ખાડાઓને કારણે ક્યારેક અકસ્માતો પણ સર્જાતા હોવાથી અહીં માર્ગ રીપેરીંગની તાતી જરૂરીયાત હોઇ ગ્રામજનોએ રામધૂન
 
દર્દનાક@ભિલોડા: ખરાબ રસ્તાથી ત્રાસી લોકોએ રામભરોસે મુક્યુ, તંત્ર સામે લાચાર સ્થિતિ

અટલ સમાચાર, ભિલોડા

કોરોના કહેર વચ્ચે મોડાસા તાલુકાના ગામે રસ્તાની સમસ્યાને લઇ ગ્રામજનોએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યુ છે. તાલુકાની સીમાઓને લઇ માર્ગ રીપેર નહિં કરતાં લોકોને અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ માર્ગમાં એક-એક ફૂટના ખાડાઓને કારણે ક્યારેક અકસ્માતો પણ સર્જાતા હોવાથી અહીં માર્ગ રીપેરીંગની તાતી જરૂરીયાત હોઇ ગ્રામજનોએ રામધૂન કરી આ બાબતે વિરોધ નોંધાવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વાંદીયોલ ગામથી ટીંટોઇ સુધીનો માર્ગ અત્યંત જર્જરીત બન્યો છે. તાલુકાના વાંદીયોલ અને બ્રહ્મપુરી બંને ગામોમાં અંદાજીત 4000 જેટલા લોકો વસવાટ કરે છે. આ તમામ લોકોને કોઇ ખરીદી કે દવાખાને જવું હોય તો તેઓ ટીંટોઇમાં અવર-જવર કરે છે. જોકે વાંદીયોલથી બ્રહ્મપુરી થઇ ટીંટોઇ જતો અંદાજીત પાંચ કિલોમીટરનો માર્ગ અત્યંત જર્જરીત હોવાની મુશ્કેલી પડતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. અગાઉન અનેકવાર રજૂઆતોને અંતે આજે ગ્રામજનોએ રોડ ઉપર રસ્તા માટે રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ભિલોડા અને મોડાસા તાલુકાની સીમાઓમાં વહેંચાયેલા ગામોના વિકાસથી વંચિત લોકોએ રામધુન દ્વારા અનોખો વિરોધ કરી તંત્ર સામે રોષ પ્રગટ કર્યો હતો. વાંદીયોલથી બ્રહ્મપુરી થઇ ટીંટોઇ જતો અંદાજીત પાંચ કિલોમીટરનો માર્ગમાં એક-એક ફૂટના ખાડા પડી જતાં અકસ્માતો પણ સર્જાય છે. જેને લઇ ગ્રામજનોએ તાત્કાલિક આ માર્ગ રીપેર કરવા માંગ કરી છે. સમગ્ર મામલે R & B વિભાગના એક્ઝિક્યુટીવ ઇજનેરે જણાવ્યું હતું કે, આ રસ્તો R & B સ્ટેટ વિભાગ હસ્તકનો હતો. જે થોડા સમય પહેલા R & B પંચાયત વિભાગને સોપવામાં આવતાં હવે જરૂરી પ્લાન અને એસ્ટીમેન્ટ બનાવી મંજુરી માટે મોકલી આપવામાં આવશે.