પાલનપુરઃ આજે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 15માં પદવીદાન સમારોહ યોજાશે

અટલ સમાચાર, પાલનપુર સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આજે તા.29/11/2019, શુક્રવારના રોજ સવારે-10 વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીનો 15માં પદવીદાન સમારોહ યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલના વરદહસ્તે યુનિવર્સિટીના અરધતન ભવન અને પશુ સારવાર સંકુલનનું ઉદ્દઘાટન તથા કૃષિ યુનિવર્સિટીની વિવિધ વિદ્યશાખાના કુલ-495 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને ર્ડાકટરેટની પદવી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત જુદી-જુદી
 
પાલનપુરઃ આજે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનો 15માં પદવીદાન સમારોહ યોજાશે

અટલ સમાચાર, પાલનપુર

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આજે તા.29/11/2019, શુક્રવારના રોજ સવારે-10 વાગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીનો 15માં પદવીદાન સમારોહ યોજાશે. આ પ્રસંગે રાજ્યપાલના વરદહસ્તે યુનિવર્સિટીના અરધતન ભવન અને પશુ સારવાર સંકુલનનું ઉદ્દઘાટન તથા કૃષિ યુનિવર્સિટીની વિવિધ વિદ્યશાખાના કુલ-495 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને ર્ડાકટરેટની પદવી એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત જુદી-જુદી વિદ્યશાખામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને રાજયપાલના વરદહસ્તે ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવશે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

કૃષિ યુનિવર્સિટીનું આધુનિક પશુ સારવાર સંકુલ ઉત્તર ગુજરાત અને પાડોસમાં આવેલ રાજસ્થાનના પશુપાલકો માટે પણ આશીર્વારૂપ સાબિત થશે. આ પશુ દવાખાનામાં વિવિધ વિષયના તજજ્ઞો દ્વારા પશુઓના રોગોનું યોગ્ય નિદાન અને સારવાર વિનામૂલ્યે પુરી પાડવામાં આવશે. પશુ પાલકો પોતાના બિમાર પશુઓના નિદાન અને સારવાર માટે આ સંકુલમાં લાવી શકે છે. હાલમાં આધુનિક પશુ દવાખાનામાં બિમાર પશુઓને દાખલ કરવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા અને સુવિધા ઉપલબ્ધ છે.

બિમાર પશુઓના માલિકને રહેવાની પણ અલગ વ્યવસ્થા છે. સંકુલ ખાતે સર્જરી, મેડીસીન, ગાયનેકોલોજી જેવા વિભાગોના તજજ્ઞો, બિમાર પશુઓ માટે એક્સ-રે, એન્ડોસ્કોપી, અલ્ટ્રા સોનોગ્રાફી, ઇ.સી.જી., ઓટોસ્કોપી, ઓપ્થે લ્મોજી સાથે લોહીની સંપૂર્ણ તપાસ અને વિશિષ્ટ સુવિધાઓ સાથેની સારવાર ઉપલબ્ધ બનાવાશે. જેનો લાભ પશુપાલકો લઇ શકશે. તેમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ર્ડા. વી. ટી. પટેલે જણાવ્યું છે.