પાલનપુરઃ 8 માર્ચે વિશાળ મહિલા સંમેલન અને સ્વરોજગાર મેળો યોજાશે

અટલ સમાચાર, પાલનપુર આગામી તા. 8 મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે માર્કેટયાર્ડમાં વિશાળ મહિલા સંમેલન અને સ્વરોજગાર મેળો યોજાશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર, આંગણવાડીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર
 
પાલનપુરઃ 8 માર્ચે વિશાળ મહિલા સંમેલન અને સ્વરોજગાર મેળો યોજાશે

અટલ સમાચાર, પાલનપુર

આગામી તા. 8 મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે માર્કેટયાર્ડમાં વિશાળ મહિલા સંમેલન અને સ્વરોજગાર મેળો યોજાશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને અનુલક્ષી પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર, આંગણવાડીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને માતા યશોદા એવોર્ડ, પશુપાલન ક્ષેત્રે કાઠું કાઢનાર મહિલા પશુપાલકોનું સન્માન, વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજુરી પત્ર વિતરણ, પોષણ પખવાડીયું, જિલ્લાકક્ષાએ રમત-ગમત સ્વ-સુરક્ષા કે વિશિષ્ઠ્ સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર મહિલાઓનું પ્રમાણપત્ર અને શાલ દ્વારા સન્માન કરવામાં આવશે. મહિલા સુરક્ષાને લગતા કાયદાકીય જોગવાઇઓ બાબતે જનજાગૃતિ લાવવામાં આવશે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, નિવાસી અધિક કલેકટર એલ. બી. બાંભણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. વી. વાળા, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર યશવંતીબેન ચાવડા, મહિલા બાળ સુરક્ષા અધિકારી સુલોચનાબેન પટેલ, ડીસા પ્રાંત અધિકારી હિરેન પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી પી. કે. પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ર્ડા. નરેશ મેણાત સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.