પાલનપુરઃ પોસ્ટ ઓફિસ ખાતે તા.15 નવેમ્બરે વોક ઇન ઇન્ટરવ્યુ યોજાશે

અટલ સમાચાર, પાલનપુર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, બનાસકાંઠા ડિવીઝન, પાલનપુર દ્વારા ટપાલ જીવન વીમા અને ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તિ માટે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે. નીચે દર્શાવેલ શરતો પૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે. જે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, બનાસકાંઠા ડિવીઝન, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ,
 
પાલનપુરઃ પોસ્ટ ઓફિસ ખાતે તા.15 નવેમ્બરે વોક ઇન ઇન્ટરવ્યુ યોજાશે

અટલ સમાચાર, પાલનપુર

સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, બનાસકાંઠા ડિવીઝન, પાલનપુર દ્વારા ટપાલ જીવન વીમા અને ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તિ માટે વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલ છે. નીચે દર્શાવેલ શરતો પૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે.

જે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, બનાસકાંઠા ડિવીઝન, જોરાવર પેલેસ કમ્પાઉન્ડ, હેડ પોસ્ટ ઓફીસ, 1લા માળે, પાલનપુરની કચેરી ખાતે તા.15-11-2019 શુક્રવારના રોજ સવારે- 11 થી 2 કલાકે રાખવામાં આવેલ છે.

ઉમેદવારોએ પોતાના બાયોડેટા, ઉંમર અને રહેઠાણના અસલ પુરાવા, શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઇઝના બે ફોટો તથા અનુભવનો અસલ દાખલો લાવવાનું રહેશે. યોગ્યતાની શરતો- શૈક્ષણિક લાયકાત ઉમેદવાર ધોરણ-10 પાસ  ઉંમર- 18 થી 60 વર્ષનો સમાવેશ કરવામાં આવે છે.

ભૂતપૂર્વ વીમા સલાહકાર, આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળ કાર્યકરો, સ્વ. સહાય જુથના કાર્યકરો, ભૂતપૂર્વ સર્વિસમેન, બેરોજગાર-સ્વરોજગાર યુવાનો અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઇપણ વ્યક્તિ. વીમાના કામના અનુભવી તેમજ લોકલ એરીયાના જાણકારને પ્રાથમિકતા આપવામાં આવશે.