પાલનપુરઃ વાદળછાયા વાતાવરણને અનુલક્ષી, દવા છંટકાવની અપીલ

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને જિલ્લા ખેતીવાડી અધિકાર દ્વારા જણાવવામાં આવે છે કે, ચાલુ રવિ ઋતુમાં જિલ્લામાં ૪.૯૨ લાખ હેકટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યુ છે અને રાઇ જેવા પાક ફુલ અવસ્થાએ છે. ત્યારે તાજેતરમાં રવિ સિઝનમાં વાદળછાયા હવામાનને કારણે રાઇના પાકમાં મોલોમશી, જીરૂના પાકમાં ભૂકી છારા અને ચરમી/કાળીયો રોગના ઉપદ્રવની શક્યતાને ધ્યાનમાં લઇ
 
પાલનપુરઃ વાદળછાયા વાતાવરણને અનુલક્ષી, દવા છંટકાવની અપીલ

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને જિલ્લા ખેતીવાડી અધિકાર દ્વારા જણાવવામાં આવે છે કે, ચાલુ રવિ ઋતુમાં જિલ્લામાં ૪.૯૨ લાખ હેકટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યુ છે અને રાઇ જેવા પાક ફુલ અવસ્થાએ છે. ત્યારે તાજેતરમાં રવિ સિઝનમાં વાદળછાયા હવામાનને કારણે રાઇના પાકમાં મોલોમશી, જીરૂના પાકમાં ભૂકી છારા અને ચરમી/કાળીયો રોગના ઉપદ્રવની શક્યતાને ધ્યાનમાં લઇ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા રોગ નિયંત્રણ માટે જરૂરી દવાઓના છંટકાવ અને રાખવાની થતી કાળજી રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે.

રાઇ પાકમાં મોલોમશીના ઉપદ્રવના નિયંત્રણ માટે જંતુનાશક દવા ફોસ્ફામીડોન ૦.૦૪ ટકા મુજબ ૪ મિ.લી.દવા અથવા રોગર ૦.૦૩ ટકા મુજબ ૧૦ મિ.લી. દવા અથવા મોનોક્રોટોફોસ ૦.૦૫ ટકા મુજબ ૧૨.૫ મિ.લી. દવા પૈકી કોઇ એક શોષક પ્રકારની જંતુનાશક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો અથવા મીથાઇલ પેરાથીઓન(ફોલીડોલ) ૨ ટકા પાવડર અથવા ઇકાલક્ષ ૧.૫ ટકા પાવડર હેકટરે ૨૦ થી ૨૫ કિલોગ્રામ મુજબ છંટકાવ કરવો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જીરૂ પાકમાં ચરમી કાળીયો રોગ આવવાની શક્યતા હોઇ, રોગ આવવાની રાહ જોયા વગર વાવણી બાદ ૩૦-૩૫ દિવસે મેન્કોઝેબ ૩૫ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ૨૫ મિ.લી. દેશી સાબુના સંતૃપ્ત દ્રાવણ સાથે મેળવી ઝાકળ ઉડી ગયા પછી છોડ સંપુર્ણ ભીજાય તેમ છંટકાવ કરવો તેમજ ૧૦ દિવસના અંતરે મેન્કોઝેબ દવાના ત્રણથી ચાર છંટકાવ અવશ્ય કરવા. જીરૂ પાકમાં ભુકીછારા(છાસિયા) રોગના નિયંત્રણ માટે હેકટરે ૩૫ કિ.ગ્રા. ગંધક પાવડર વહેલી સવારે ઝાકળ ઉડ્યા પહેલા જમીનને બદલે દરેક છોડ ઉપર સરખી રીતે પડે તેમ ડસ્ટરથી છાંટવો અથવા ૦.૨ ટકા વે.પા.(પાણીમાં દ્રાવ્ય ) ૧૦ લિટર પાણીમાં ૨૫ ગ્રામ પ્રમાણે ઝાકળ ઉડી ગયા બાદ છાંટવો.

વરિયાળી પાકમાં ચરમીના રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત થયે તરત જ મેન્કોઝેબ દવા ૨૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૨૫ મિ.લી. સાબુના સંતૃપ્ત દ્રાવણ સાથે મિશ્રણ કરી છાંટવી.તેમજ ૧૦ દિવસના અંતરે અન્ય બે છંટકાવ કરવા.વરિયાળી પાકમાં ચરમી અને સાકરીયા રોગના નિયંત્રણ માટે પિયત પાણીનું નિયમન કરવું અને નાઇટ્રોજન ખાતર ભલામણ થયેલ માત્રામાં જ આપવું. જીરૂ,વરિયાળી સહિત મસાલાના તમામ પાકો માટે મોલોમશી/થ્રીપ્સ/તડતડીયાના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાઓનો છંટકાવ ૧૦-૧૫ મિ.લી./૧૦ લિટર પાણીમાં, જેવી કે મોનોક્રોટોફોસ, ડાયમિથોએટ, મિથાઇલ-ઓ-ડિમેટોન નો છંટકાવ કરવા ભલામણ કરવામાં આવે છે.