પાલનપુરઃ કાયદા અધિકારીની જગ્યા માટે 1લી માર્ચ સુધી અરજી કરી શકાશે

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જિલ્લાની કલેક્ટર કચેરી પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના નામ. ગુજરાત હાઈકોર્ટ/સુપ્રિમ કોર્ટ તથા જિલ્લાની અન્ય કોર્ટો તેમજ રાજ્ય બહાર અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થયેલ કે થનાર કોર્ટ કેસોમાં પેરાવાઈઝ રીમાકર્સ તૈયાર કરવા, સોગંદનામા તૈયાર કરવા, સરકારી વકીલ અથવા સરકાર દ્વારા રોકવામાં આવેલ છે. વકીલઓને બ્રીફ કરવા તેમજ કેસની મુદત/સુનાવણી દરમ્યાન જે તે શાખાના
 
પાલનપુરઃ કાયદા અધિકારીની જગ્યા માટે 1લી માર્ચ સુધી અરજી કરી શકાશે

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જિલ્લાની કલેક્ટર કચેરી પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના નામ. ગુજરાત હાઈકોર્ટ/સુપ્રિમ કોર્ટ તથા જિલ્લાની અન્ય કોર્ટો તેમજ રાજ્ય બહાર અન્ય કોર્ટમાં ટ્રાન્સફર થયેલ કે થનાર કોર્ટ કેસોમાં પેરાવાઈઝ રીમાકર્સ તૈયાર કરવા, સોગંદનામા તૈયાર કરવા, સરકારી વકીલ અથવા સરકાર દ્વારા રોકવામાં આવેલ છે. વકીલઓને બ્રીફ કરવા તેમજ કેસની મુદત/સુનાવણી દરમ્યાન જે તે શાખાના સંકલનમાં રહી કોર્ટ ખાતે હાજરી આપવાની કામગીરી અને કેસ ચાલતો હોય ત્યારે સરકારી વકીલનુ ‘‘લો પોઈન્ટ’’ તરફ ધ્યાન દોરી સરકાર પક્ષે અસરકારક રજુઆત થાય તે માટેની કામગીરી માટે કલેક્ટર કચેરીએ 1 (એક) કાયદા અધિકારીની જગ્યા ફિક્સ પગારથી/કરાર આધારિત મંજુર થયેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કાયદા અધિકારીની નિકણુંક માટે ઉમેદવાર કાયદાના સ્નાતક, વકીલાતના વ્યવસાયનો 5 વર્ષથી વધુ સમયનો અનુભવ હોય, વય 40 વર્ષથી ઓછી હોય તેવા પરિશિષ્ટ -૩ માં જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જેઓ આ જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારોએ કલેક્ટર કચેરીએથી કચેરી સમય દરમ્યાન અરજી ફોર્મ મેળવી તા.1 માર્ચ 2020 સુધીમાં પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે મોકલી આપવી.