આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

પાલનપુરમાં એક કારમાં અચાનક આગ ભભૂકતા અફડાતફડી મચી ગઇ હતી. નગરપાલિકાના ફાયર ફાયટર દ્રારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઇ હતી.

બનાસકાંઠાના વેપારી મથક પાલનપુર શહેરમાં આવેલા ગુરૂનાનક ચોકમાં શનિવારે સાંજના સમયે એક ચાલુ કારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. કારમાંથી આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા નિકળતાં જોવા મળ્યા હતા. જોકે ચાલક સમય સુચકતા વાપરી કાર થોભાવી દઇને નિચે ઉતરી ગયો હતો.

જોતજોતામા લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. તાત્કાલિક પાલનપુર નગરપાલિકાનુ ફાયરફાટર આવીને ભડભડ સળગી રહેલ કાર ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી અને મોટી જાનહાની ટાળી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code