પાલનપુરઃ કેસ આવતા આ વિસ્તારમાં અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ

અટલ સમાચાર, પાલનપુર ભારત સરકારની તા.૩૦/૫/૨૦૨૦ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના જાહેરનામા ક્રમાંક જીજી/૨૭/૨૦૨૦/વિ-૧, કઅવ/૧૦૨૦૧૦/૪૮૨ તા.૩૦/૫/૨૦૨૦ થી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલ છે. મિશન ડાયરેકટર, રાષ્ટ્રીય સ્વાસ્થય મિશન તા.૦૬/૦૪/૨૦૨૦ના પત્ર થી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નક્કી કરવા ગાઈડલાઈન નિર્ધારીત કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં બાદરગઢથી ખરોડીયા
 
પાલનપુરઃ કેસ આવતા આ વિસ્તારમાં અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ

અટલ સમાચાર, પાલનપુર

ભારત સરકારની તા.૩૦/૫/૨૦૨૦ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના જાહેરનામા ક્રમાંક જીજી/૨૭/૨૦૨૦/વિ-૧, કઅવ/૧૦૨૦૧૦/૪૮૨ તા.૩૦/૫/૨૦૨૦ થી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલ છે. મિશન ડાયરેકટર, રાષ્ટ્રીય સ્વાસ્થય મિશન તા.૦૬/૦૪/૨૦૨૦ના પત્ર થી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નક્કી કરવા ગાઈડલાઈન નિર્ધારીત કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં બાદરગઢથી ખરોડીયા વચ્ચે બાદરગઢની સીમમાં આવેલ ખેતર વિસ્તારના રેવન્યુ સ.ન.૪૫૬માં આવેલ ઘર, વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં પરમારવાસ, ૦૧ જુલાઈ ૨૦૨૦સમા.સંખ્યા નં.૪૫૦ થરાદ તાલુકાના જેતડા ગામમાં વોર્ડ નં.૭ પૈકી રાવળવાસ વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલારૂપે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂર જણાય છે. સંદિપ સાગલે (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ-૨ અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે દર્શાવેલ નિર્દેશોનું પાલન કરવા ફરમાવાયું છે. નીચે જણાવેલ વિસ્તારને કોવિડ-૨૦૧૯ કન્ટેનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે. પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં બાદરગઢ થી ખરોડીયા વચ્ચે બાદરગઢની સીમમાં આવેલ ખેતર વિસ્તારના રેવન્યુ સ.નં.૪૫૬ માં આવેલ ઘર, વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં પરમારવાસ, થરાદ તાલુકાના જેતડા ગામમાં વોર્ડ નં.૭ પૈકી રાવળવાસ વિસ્તારમાં કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. આવશ્યક ચીજ-વસ્તુઓ/સેવાઓ સવારે-૭.૦૦ કલાકથી સાંજના ૭.૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. ઉપરોકત દર્શાવેલ વિસ્તારમાંથી રાજય માર્ગ/ જિલ્લા મુખ્ય માર્ગ પસાર થતા હશે તો અવરજવર માટે ખુલ્લા રાખવાના રહેશે.

ઉકત જણાવેલ વિસ્તાર માટે નીચે મુજબનો અપવાદ લાગુ પડશે.
(૧) સરકારી ફરજ ઉપરની વ્યકિતઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત)
(૨) આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો.
(૩) આવશ્યક ચીજવસ્તુનું વેચાણ/વિતરણ કરતાં તંત્ર દ્વારા આપવામાં આવેલ પાસ ધારકો.

આ જાહેરનામું તા.૦૧/૦૭/૨૦૨૦ થી તા.૨૮/૦૭/૨૦૨૦ સુધી દિન-૨૮ સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતા સને ૧૮૬૦ ની ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.