આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકાના જલોતરા ગામનો યુવાન અને પાલનપુર એસ.ટી ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા પ્રજાપતિ કાન્તિલાલ જેઓ ભુજ થી પાલનપુર એસ.ટી.બસ.લઇને આવી રહ્યા હતા. તે સમયે ભુજ થી એક દંપતિ બસમા બેઠા હતા. ડીસા એસ.ટી બસ. આવતા આ દંપતિ ડીસા ઉતરી ગયા હતા તે સમય દરમ્યાન આ દંપતિનુ પોકેટ એસ.ટી.બસ.માં પડી જતા આ પોકેટ કંડક્ટરને મળી આવ્યુ હતુ.

એસ.ટી કંડકટર દ્વારા પોકેટને તપાસ તેમાં રૂ. 25 હજાર રોકડા તેમજ રૂ 20 હજારનો મોબાઇલ મળી આવ્યો હતો. આ યુવા કંડકટર દ્વારા પાલનપુર એસ.ટી ડેપોમાં પોકેટને જમા કરાવ્યુ હતુ. જે પોકેટ દંપતિને પરત મળતા રાહતનો દમ લીધો હતો. અત્યારના હળહળતા કલીયુગમાં આ યુવાન કંડકટર દ્વારા પોકેટ પરત આપીને માનવતા સાથે પ્રામાણિકતા બતાવી છે. તે માનવતાના દર્શન કરાવ્યા હતા. તેમજ જલોતરા ગામનુ ગૌરવ સાથે નામ પણ રોશન કરીને પ્રામાણીકતાના દર્શન કરાવ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code