પાલનપુર: ઇકબાલગઢ નજીક D.J. ગાડીને ટ્રેલરે ટક્કર મારતા 3 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,પાલનપુર બનાસકાંઠા જીલ્લામાં વધતા જતા અકસ્માતોના બનાવોમાં આજે એક બનાવ વધુ નોંધાયો છે. અમીરગઢના ઇકબાલગઢ નજીક શુક્રવારે લગ્નની જાન લઇ જઇ રહેલી D.J. (સાઉન્ડ સિસ્ટમ) ગાડીને એક ટ્રેલરે ટક્કર મારતા થોડીક વાર માટે જાનૈયાઓના જીવ અધ્ધર થઇ ગયા હતા. જોકે સમગ્ર ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇકબાલગઢ નજીક શુક્રવારે બપોરના સમયે એક પરિવારના
 
પાલનપુર: ઇકબાલગઢ નજીક D.J. ગાડીને ટ્રેલરે ટક્કર મારતા 3 ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,પાલનપુર

બનાસકાંઠા જીલ્લામાં વધતા જતા અકસ્માતોના બનાવોમાં આજે એક બનાવ વધુ નોંધાયો છે. અમીરગઢના ઇકબાલગઢ નજીક શુક્રવારે લગ્નની જાન લઇ જઇ રહેલી D.J. (સાઉન્ડ સિસ્ટમ) ગાડીને એક ટ્રેલરે ટક્કર મારતા થોડીક વાર માટે જાનૈયાઓના જીવ અધ્ધર થઇ ગયા હતા. જોકે સમગ્ર ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

પાલનપુર: ઇકબાલગઢ નજીક D.J. ગાડીને ટ્રેલરે ટક્કર મારતા 3 ઇજાગ્રસ્ત

ઇકબાલગઢ નજીક શુક્રવારે બપોરના સમયે એક પરિવારના લગ્ન હોઇ જાનૈયાઓ D.J.ના તાલે નાચતા-ગાતા જાન લઇને જતા હતા. તે સમયે અચાનક એક ટ્રેલરે પુરઝડપે આવી D.J. ગાડીને ટક્કર મારતા લોકો હેબતાઇ ગયા હતા. ટ્રેલરની ટક્કર થી જાનૈયાઓને કોઇ જાનહાનિના સમાચાર નથી મળી રહયા પરંતુ D.J. ગાડીમાં બેઠેલા સાઉન્ડ સિસ્ટમના 3 લોકોને ઇજાઓ થતા તેમને તાત્કાલિક અસરથી પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.