પાલનપુરઃ અનુસૂચિત જાતિ પેટા યોજના જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્ય ક્ષસ્થાને અનુસૂચિત જાતિ પેટા યોજના જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરએ વર્ષ-૨૦૧૯-૨૦ની બજેટ જોગવાઇ સામે થયેલ કામગીરી અંગે વિસ્તૃઠત સમીક્ષા અને ચર્ચા કરી હતી. તેમણે અધિકારીઓને જણાવ્યું કે, અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેની યોજનાઓમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેના લક્ષ્યાંક પ્રમાણે કામગીરી કરી
 
પાલનપુરઃ અનુસૂચિત જાતિ પેટા યોજના જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્ય ક્ષસ્થાને અનુસૂચિત જાતિ પેટા યોજના જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરએ વર્ષ-૨૦૧૯-૨૦ની બજેટ જોગવાઇ સામે થયેલ કામગીરી અંગે વિસ્તૃઠત સમીક્ષા અને ચર્ચા કરી હતી. તેમણે અધિકારીઓને જણાવ્યું કે, અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટેની યોજનાઓમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તેના લક્ષ્યાંક પ્રમાણે કામગીરી કરી આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લાભાર્થીઓને મળે તે ધ્યાતનમાં રાખી કામગીરી કરીએ.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

જિલ્લા ગ્રામ વિકાસ, ખેતીવાડી, બાગાયત, યુજીવીસીએલ, વન વિભાગ, સમાજ કલ્યાણ અને સમાજ સુરક્ષા સહિત તમામ અમલીકરણ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરતાં કલેકટરએ જણાવ્યું કે, આ યોજનાઓનો લાભ અંતરીયાળ વિસ્તારના ગામડાના લોકોને પણ સરળતાની મળે તે માટે જરૂરી પ્રચાર-પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવીએ.

બેઠકમાં ધારાસભ્યોએ શિવાભાઇ ભૂરીયા, મહેશભાઇ પટેલ, નથાભાઇ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, સમિતિના સભ્યોમ સર્વ ભરતભાઇ પરમાર, પ્રવિણભાઇ સોલંકી, મુકેશભાઇ શ્રીમાળી, રાજુભાઇ ડાભી, નાયબ નિયામક અ.જા.કલ્યા્ણ એચ. આર. પરમાર, જિલ્લા આયોજન અધિકારી જે.આર.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનીષ ફેન્સી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.