પાલનપુરઃ રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્યએ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી

અટલ સમાચાર, પાલનપુર કેન્દ્રીય સરકાર દ્વારા સખી વન સેન્ટર મિશનની શરૂઆત થયેલ છે. ‘સખી’ ફક્ત નામ જ સાંભળતાં જ ખબર પડી જાય કે આ મહિલાઓને અનુલક્ષીને હશે. જ્યારે મહિલાની વાત કોઈ સાંભળતું ના હોય ત્યારે તે પોતાની સખીને બધું જ કહેશે. એજ પ્રમાણે જ્યારે કોઈ પણ મહિલા કોઈ મુશ્કેલીથી પીડાતી હોય તો એ સખી વન
 
પાલનપુરઃ રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્યએ સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી

અટલ સમાચાર, પાલનપુર

કેન્દ્રીય સરકાર દ્વારા સખી વન સેન્ટર મિશનની શરૂઆત થયેલ છે. ‘સખી’ ફક્ત નામ જ સાંભળતાં જ ખબર પડી જાય કે આ મહિલાઓને અનુલક્ષીને હશે. જ્યારે મહિલાની વાત કોઈ સાંભળતું ના હોય ત્યારે તે પોતાની સખીને બધું જ કહેશે. એજ પ્રમાણે જ્યારે કોઈ પણ મહિલા કોઈ મુશ્કેલીથી પીડાતી હોય તો એ સખી વન સેન્ટર મુલાકાત લઈને એક છત નીચે વિવિધ 5 પ્રકારની સેવાઓનો લાભ લઈ શકે છે. કાનુની સેવા, મેડિકલ સેવા, કાઉન્સેલિંગ, આશ્રયની વ્યવસ્થા, પોલીસ સહાય આ પાંચ પ્રકારની સુવિધાઓ મહિલાઓ માટે વિના મૂલ્યે ઉપલબ્ધ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડૉ. રાજુલબેન દેસાઇએ સખી વન સ્ટોપ સેન્ટર પાલનપુરની મુલાકાત લીધેલ જેમાં સેન્ટર કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે હોવું જોઇએ તેવુ રાજુલબેને જણાવ્યું. આ સેન્ટરની મુલાકાત દરમિયાન જે ખામીઓ હોઈ તેને તાત્કાલિક ધોરણે દૂર કરવા આદેશ આપ્યો અને જરૂરી સુચનો આપ્યા હતા.