પાલનપુરઃ સાંસદના હસ્તે આંગણવાડી બહેનોને માતા યશોદા એવોર્ડ અને સાડી વિતરણ

અટલ સમાચાર, પાલનપુર સહી પોષણ- દેશ રોશનના સંકલ્પ સાથે પાલનપુર ખાતે આવેલ કુંવરબા શાળાના કેમ્પસમાં બનાસકાંઠાના સાંસદ સભ્ય પરબત પટેલના અધ્યક્ષસ્થાને સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ પરબતભાઇના હસ્તે આંગણવાડીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત અને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના સભ્ય
 
પાલનપુરઃ સાંસદના હસ્તે આંગણવાડી બહેનોને માતા યશોદા એવોર્ડ અને સાડી વિતરણ

અટલ સમાચાર, પાલનપુર

સહી પોષણ- દેશ રોશનના સંકલ્પ સાથે પાલનપુર ખાતે આવેલ કુંવરબા શાળાના કેમ્પસમાં બનાસકાંઠાના સાંસદ સભ્ય પરબત પટેલના અધ્યક્ષસ્થાને સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ પરબતભાઇના હસ્તે આંગણવાડીઓમાં શ્રેષ્‍ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત અને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના સભ્ય જાગૃતિબેન, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) એસ. એમ. લિમ્બાચીયા, તાલુકા વિકાસ અધિકારી પરમાર સહિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.