પાલનપુરઃ ક્ષત્રિય ઠાકોર સમાજનો નવમો વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો

અટલ સમાચાર, પાલનપુર (અંકુર ત્રિવેદી) બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય ઠાકોર યુવા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલેમપુરા ગામે ગુરુ મહારાજના મંદિર ખાતે નવમો છાત્ર સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીપપ્રાગટ્ય બાદ પ્રાર્થના, સ્વાગત, નાટક, ગરબા, છાત્ર સન્માન, ઇનામ વિતરણ, સહિત ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિની સુરક્ષા માટે ઐતિહાસિક સમયમાં જેઓનું
 
પાલનપુરઃ ક્ષત્રિય ઠાકોર સમાજનો નવમો વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો

અટલ સમાચાર, પાલનપુર (અંકુર ત્રિવેદી)

બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય ઠાકોર યુવા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલેમપુરા ગામે ગુરુ મહારાજના મંદિર ખાતે નવમો છાત્ર સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીપપ્રાગટ્ય બાદ પ્રાર્થના, સ્વાગત, નાટક, ગરબા, છાત્ર સન્માન, ઇનામ વિતરણ, સહિત ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિની સુરક્ષા માટે ઐતિહાસિક સમયમાં જેઓનું ભવ્ય યોગદાન રહ્યું છે તેવા ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓને સન્માનવા નો ભવ્ય સન્માન સમારોહ પાલનપુર તાલુકાના સલેમપુરા ગામે ગુરુ મહારાજના સ્થાનમાં યોજાયો હતો.

કાર્યક્રમમાં અનેક દાતાઓએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી. તેમજ આ પ્રસંગે સંત શિરોમણી દોલતરામ મહારાજ સંત, કરસનદાસ મહારાજ ઉપસ્થિત રહી આશિર્વચન પાઠવ્યા હતા. આ ભવ્ય ભાવમય ઉત્સાહ તેમજ મંગલમય પ્રસંગે સંત શિરોમણી સદ્દગત સદારામ બાપુના સમાજના સર્વાગી યોગદાનને સ્મૃત કરાયું હતું.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો, આમંત્રિત મહેમાનો, દાતાઓ સહિત મીડિયા શક્તિ સંગઠનના ઉપરથી ઉપસ્થિત ટ્રસ્ટીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં વધી રહેલ શિક્ષણ, સેવા, સંસ્કાર, સામાજિક વિકાસ, સહકારની પંચ સૂત્રીને બિરદાવી શિક્ષણ યુક્ત સમાજની રચના માટે સમગ્ર ગુજરાતમાં મહત્તમ યુવા વર્ગ ધરાવે છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન ક્ષત્રિય ઠાકોર વિકાસ એજ્યુકેશન પંચાયત ટેબલ ટ્રસ્ટ પાલનપુર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં આવનાર દસમા તેજસ્વી તારલાઓના સત્કાર સમારંભમાં દાતાઓ દ્વારા દાનની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ક્ષત્રિય ઠાકોર વિકાસ એજ્યુકેશન પંચાયત ટેબલ ટ્રસ્ટ પાલનપુરના પ્રમુખ દિનેશભાઈ એમ. ઠાકોર ટાકરવાડા સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

ઉપરોક્ત સન્માન સમારંભમાં પાલનપુરના જિલ્લા પંચાયત પ્રમુખ પીનલબેન ઠાકોર, સબ રજીસ્ટ્રાર ડિપાર્ટમેન્ટ ફેડરેશનના પ્રમુખ લલિતસિંહ વાઘેલા, પાલનપુર પાલિકા કોર્પોરેટર ભારતીબેન ઠાકોર, હાઈટેક જુનિયર સાયન્સ કોલેજના ડાયરેક્ટર દશરથભાઈ એલ. ઠાકોર, નાયબ મામલતદાર દાંતીવાડા ઉષાબેન ઠાકોર, જીકેટીએસ પ્રદેશ ચકાજી ઠાકોર, જીકેટીએસ પ્રદેશ સંગઠન મંત્રી પ્રવીણજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ દેવાજી ઠાકોર, સહિત આમંત્રિત મહેમાનો સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓ સહિત વાલીઓ અને આસપાસના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.