પાલનપુર: શરીર સંબંધ બાંધવા બ્લેકમેઇલ કરતા પોલીસ હે.કો. સામે ફરીયાદ

અટલ સમાચાર,પાલનપુર પાલનપુરમાં એક પોલીસકર્મીએ મહિલાને શરીર સંબંધ બાંધવા બ્લેકમેલ કરી ખંડણી માંગી હોવાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. ફરીયાદી મહિલા અને તેના મિત્રના ફોટો વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ મહિલા પાસે 25 લાખની ખંડણી માંગી હતી. જોકે ત્યારબાદ 5 લાખમાં સેટલમેન્ટ કરવામાં આવ્યુ હતુ. મહિલાએ 5 લાખ આપ્યા બાદ ફરીયાદીએ ફરીથી 15 આપવાનું
 
પાલનપુર: શરીર સંબંધ બાંધવા બ્લેકમેઇલ કરતા પોલીસ હે.કો. સામે ફરીયાદ

અટલ સમાચાર,પાલનપુર

પાલનપુરમાં એક પોલીસકર્મીએ મહિલાને શરીર સંબંધ બાંધવા બ્લેકમેલ કરી ખંડણી માંગી હોવાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. ફરીયાદી મહિલા અને તેના મિત્રના ફોટો વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ મહિલા પાસે 25 લાખની ખંડણી માંગી હતી. જોકે ત્યારબાદ 5 લાખમાં સેટલમેન્ટ કરવામાં આવ્યુ હતુ. મહિલાએ 5 લાખ આપ્યા બાદ ફરીયાદીએ ફરીથી 15 આપવાનું કહી બીજા 3 લાખ પડાવ્યા હોવાની ફરીયાદથી હડકંપ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાલનપુર: શરીર સંબંધ બાંધવા બ્લેકમેઇલ કરતા પોલીસ હે.કો. સામે ફરીયાદ
File Photo

બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં મહિલાને બ્લેકમેલ કરી પૈસા પડાવનારા પોલીસ હે.કો. સામે ફરીયાદ નોંધાઇ છે. પાલનપુર પંથકમાં રહેતી ફરીયાદી મહિલાને પોલીસની પરીક્ષા હોઇ દડવા માટે પરેડ ગ્રાઉન્ડમાં જતી હતી. આ દરમ્યાન આરોપી હેડ કોન્સ્ટેબલ મુકેશ દરજી સાથે સંપર્ક થતાં બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. જોકે આરોપીએ ફરિયાદી મહિલા અને તેમના મિત્રના સેલ્ફી ફોટો મહિલાના મોબાઇલમાંથી પોતાના ફોનમાં લઇ વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગવાનું શરૂ કર્યુ છે.

પાલનપુર: શરીર સંબંધ બાંધવા બ્લેકમેઇલ કરતા પોલીસ હે.કો. સામે ફરીયાદ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આરોપ મુકેશ દરજીએ પહેલા 25 ખંડણી માંગ્યા બાદ સેટલમેન્ટને અંતે 5 લાખ આપવાનું નક્કી થયુ હતુ. જોકે ફરીયાદીએ 5 લાખ આપ્યા બાદ આરોપી 15 લાખમાં સેટલમેન્ટ થયુ હોવાનુ કહી ફરીથી બીજા 3 લાખ પડાવ્યા હતા. આથી ફરીયાદી મહિલાએ આરોપી મુકેશ દરજી વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

પાલનપુર: શરીર સંબંધ બાંધવા બ્લેકમેઇલ કરતા પોલીસ હે.કો. સામે ફરીયાદ

શું છે સમગ્ર ઘટના ?

ફરીયાદી યુવતિએ જણાવ્યા મુજબ તેના ઘરે આવતા એક બિલ્ડર સાથે તેને મિત્રતા હોવાથી અનેક સામાજીક પ્રસંગોએ ફરીયાદી યુવિત અને સાહેદ સાથે તેની તસવીરો મોબાઇલમાં લીધી હતો. આ દરમ્યાન યુવતિને પોલીસની પરીક્ષાની તૈયારી કરી હોવાથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે દોડવા જતી હતી. જ્યાં તેનો પરિચય આરોપી મુકેશ દરજી સાથે થયો હતો. મુકેશ દરજી સાથે ઓળખાણ મિત્રતામાં કેળવાતાં ફરિયાદી યુવતિએ તેની સાથે પણ કેટલીક તસવીરો ખેંચાવી હતી. દરમ્યાન એક દિવસે આરોપીએ ફરીયાદીના મોબાઇલમાં રહેલી મિત્ર સાથેની તસવીરો ઝેન્ડરથી ટ્રાન્સફર કરી લીધી હતી અને પછી ખંડણીનો ખેલ શરૂ થયો હતો.