પાલનપુરઃ કલેક્ટરના હસ્તે રૂ. 16.1 લાખના વિકાસ કામોનું ખાતમૂર્હત કરાયું

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર તાલુકાના ભાગળ(પીંપળી) ગામે એંગમેંટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરીયા અંતર્ગત આંતરીક પીવાના પાણીની યોજનાના રૂ. ૧૬.૦૧ લાખના કામોનું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, પાણી કુદરત તરફથી આપણને મળેલ મહાપ્રસાદ છે તેનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ. તેમણે કહ્યું
 
પાલનપુરઃ કલેક્ટરના હસ્તે રૂ. 16.1 લાખના વિકાસ કામોનું ખાતમૂર્હત કરાયું

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર તાલુકાના ભાગળ(પીંપળી) ગામે એંગમેંટેશન ઈન ટેપ કનેક્ટીવીટી ઈન રૂરલ એરીયા અંતર્ગત આંતરીક પીવાના પાણીની યોજનાના રૂ. ૧૬.૦૧ લાખના કામોનું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેના હસ્તે ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, પાણી કુદરત તરફથી આપણને મળેલ મહાપ્રસાદ છે તેનો કરકસર અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ. તેમણે કહ્યું કે, પાણીના આડેધડ વપરાશ અને પર્યાવરણના પ્રદુષણના લીધે દુષ્કાવળ જેવી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડે છે. આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યર માટે પાણી અને પર્યાવરણ બચાવવું ખુબ જ જરૂરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, શહેરોની જેમ ગામડાઓના વિકાસ માટે પણ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવાઇ છે ત્યારે ગામના વિકાસ માટે સરકારની યોજનાઓનો લાભ લઇ આપણા ગામને વિકાસની નવી ઉંચાઇએ લઇ જઇએ. તેમણે કહ્યું કે દુનિયાના અમુક ભાગોમાં પાણી જવાની દહેશત સેવાઇ રહી છે ત્યારે આપણે જાગૃત નાગરિક બની પાણીને બચાવવા તથા પ્રદુષણને અટકાવવાના પગલાં લેવા પડશે.

આ પ્રસંગે જિ.પંચાયત સદસ્ય લાલજીભાઇ કરેણ અને રવિરાજ ગઢવી, તા.પંચાયત સદસ્ય જયોત્સનાબેન જગાણીયા, અગ્રણી દિનેશભાઇ ગઢવી, પાણી પુરવઠા વિભાગના અધિક ઈજનેર આર. એમ. મહેરીયા, કાર્યપાલ ઈજનેર એમ. એન. ગુપ્તા, નાયબ કાર્યપાલ ઈજનેર અનિલભાઈ પ્રજાપતિ, યુનિટ મેનેજર વાસ્મો કૈલાશબેન મેવાડા, તાલુકા વિકાસ અધિકારી અભિષેક પરમાર, ભાગળ(પીંપળી) ગામના સરપંચ, પાણી સમિતિના સભ્યઓ તેમજ મોટી સંખ્યા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.