પાલનપુર: 66 લાખના ભ્રષ્ટાચારનો આરોપ, સસ્પેન્ડ પછી મળ્યું મલાઈદાર ખાતું

અટલ સમાચાર, પાલનપુર, મહેસાણા પાલિકાઓમાં ભ્રષ્ટાચાર કરો તો પણ કોઇ વાંધો નથી આવતો ? ઉપરથી પ્રોત્સાહન મળે છે ? આવા સવાલો પાલનપુર પાલિકાની ઘટના બાદ ઉભા થયા છે. પાણી પુરવઠા શાખાના ઈજનેર વિરુદ્ધ 66 લાખના ભ્રષ્ટાચારનો આરોપ છે. જોકે સસ્પેન્ડ કર્યા બાદ થોડા વર્ષોમાં જ મલાઈદાર ખાતું આપ્યું હતું. જેથી પાલિકાના તત્કાલીન પ્રમુખ સામે ગંભીર
 
પાલનપુર: 66 લાખના ભ્રષ્ટાચારનો આરોપ, સસ્પેન્ડ પછી મળ્યું મલાઈદાર ખાતું

અટલ સમાચાર, પાલનપુર, મહેસાણા

પાલિકાઓમાં ભ્રષ્ટાચાર કરો તો પણ કોઇ વાંધો નથી આવતો ? ઉપરથી પ્રોત્સાહન મળે છે ? આવા સવાલો પાલનપુર પાલિકાની ઘટના બાદ ઉભા થયા છે. પાણી પુરવઠા શાખાના ઈજનેર વિરુદ્ધ 66 લાખના ભ્રષ્ટાચારનો આરોપ છે. જોકે સસ્પેન્ડ કર્યા બાદ થોડા વર્ષોમાં જ મલાઈદાર ખાતું આપ્યું હતું. જેથી પાલિકાના તત્કાલીન પ્રમુખ સામે ગંભીર સવાલો થયાં છે.

પાલનપુર પાલિકાના તત્કાલીન ઈજનેર (પાણી પુરવઠા) કરશન જોશી સામે 66 લાખનો ભ્રષ્ટાચાર કર્યાનો કેસ ચાલી રહ્યો છે. જેમાં અગાઉ ફરજમોકૂફ કરી પાંચ વર્ષ કોઇ જવાબદારી મળી ન હતી. આ પછી પાલિકાના તત્કાલીન સત્તાધીશોએ સરકારી વકીલનો અભિપ્રાય મેળવી પુન:નિયુક્તિ કરવા પ્રક્રિયા કરી હતી.

પાલનપુર: 66 લાખના ભ્રષ્ટાચારનો આરોપ, સસ્પેન્ડ પછી મળ્યું મલાઈદાર ખાતું

વકીલનો હકારાત્મક અભિપ્રાય મળતાં જ પાલિકાએ મલાઈદાર ખાતું આપી દીધું હતું. પાણી પુરવઠાના ઇજનેરને સસ્પેન્ડ બાદ ટાઉન પ્લાનિંગ ઈજનેર બનાવી દેતાં ગંભીર સવાલો ઉભા થયા છે. પુન:નિયુક્તિ દરમિયાન ગુણદોષ સામે આંખ આડા કાન કર્યા તે સૌથી મોટો સવાલ છે.પાલનપુર: 66 લાખના ભ્રષ્ટાચારનો આરોપ, સસ્પેન્ડ પછી મળ્યું મલાઈદાર ખાતુંસ્થાનિકોમાં એક જ ચર્ચા છે કે આવા નિર્ણયથી ભ્રષ્ટાચારને સર્મથન મળવાની વાત અન્ય કર્મચારી અને નાગરિકોમાં જશે. વાતની ગંભીરતાને પગલે મામલો પ્રાદેશિક કમિશ્નર અને નાયબ કમિશ્નર સુધી પહોંચી ગયો છે. આથી  કમિશ્નર દ્વારા સમગ્ર બાબતે રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.

પુન:નિયુક્તિ અંગે કોણે શું કહ્યું

મર્યાદિત સમય માટે નિમણૂક હતી: તત્કાલિન પ્રમુખ

શંકાસ્પદ પુન:નિયુક્તિ દરમ્યાન પાલનપુર પાલિકા પ્રમુખ હર્ષાબેન મહેશ્વરી હતા. તેમણે જણાવ્યું હતું કે, આરોપીની પુન:નિયુક્તિ મર્યાદિત સમય માટે કરવામાં આવી હતી. જોકે આ પછી કેમ અત્યાર સુધી ચલાવી રાખ્યું તેવો સવાલ કરતા વિગતો મેળવી લઉ તેમ ઉમેર્યું હતું.

અરજી આપી દો: પ્રાદેશિક કમિશ્નર

પુન:નિયુક્તિ અંગે પૂછતાં પ્રાદેશિક કમિશ્નર (નગરપાલિકા) વિશાલ ગુપ્તાએ અરજી આપી દો કહીને વાતની ગંભીરતા સામે નિરસતા દાખવી હતી. હકીકતે અગાઉ અરજી થયેલી હોવા છતાં પ્રાદેશિક કમિશ્નરને યાદ નથી. અગાઉની અરજી સામે નારાજગી થતાં નાયબ કમિશ્નર સુધી ફરિયાદ થઇ છે.

રિપોર્ટ આવ્યા બાદ કહી શકાય: નાયબ કમિશ્નર

નગરપાલિકા વહીવટની કચેરીના નાયબ કમિશ્નરે સમગ્ર મામલે પ્રાદેશિક કમિશ્નર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. જે અંગે પૂછતાં રિપોર્ટ આવ્યા બાદ કહી શકાય તેવું નાયબ કમિશ્નર (વહીવટ- ઇન્ચાર્જ) ડામોરે કહ્યું હતું. જોકે મામલો કોર્ટમાં ચાલું હોવાથી વધુ કહેવાથી બચ્યા હતા.