પાલનપુર: આફ્રીકન યુવકની ખોવાયેલ બેગ પોલીસ દ્રારા શોધી લેવાઇ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) પાલનપુર ખાતે ગત 25 નવેમ્બરના રોજ એક આફ્રીકન નાગરિકની ડોક્યુમેન્ટની બેગ ખોવાયેલ હતી. જે બાબતે આફ્રીકન યુવકે ટ્રાફીકના માણસોને જાણ કરી હતી પરંતુ તેમની ભાષા ફરજ પરના અધિકારીઓને ન સમજાતા તેમને પાલનપુર પશ્વિમ પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. પશ્વિમ પોલીસે સીસીટીવી કેમેરાને આધારે ગુમ થયેલી બેગ શોધી આપી પ્રશંનસીય કામગીરી
 
પાલનપુર: આફ્રીકન યુવકની ખોવાયેલ બેગ પોલીસ દ્રારા શોધી લેવાઇ

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) 

પાલનપુર ખાતે ગત 25 નવેમ્બરના રોજ એક આફ્રીકન નાગરિકની ડોક્યુમેન્ટની બેગ ખોવાયેલ હતી. જે બાબતે આફ્રીકન યુવકે ટ્રાફીકના માણસોને જાણ કરી હતી પરંતુ તેમની ભાષા ફરજ પરના અધિકારીઓને ન સમજાતા તેમને પાલનપુર પશ્વિમ પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. પશ્વિમ પોલીસે સીસીટીવી કેમેરાને આધારે ગુમ થયેલી બેગ શોધી આપી પ્રશંનસીય કામગીરી કરેલ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમ મથક પાલનપુર ખાતે ગત 25 નવેમ્બરના રોજ એક આફ્રીકન નાગરિકની ડોક્યુમેન્ટની બેગ ખોવાયેલ હતી. જે બાબતે તેમણે હાજર પોલીસ સ્ટાફને તેમની ભાષામાં વાત કરી હતી. જે ભાષા પોલીસ કર્મચારીને ખબર નહિ પડતા પાલનપુર પશ્વિમ પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. પાલનપુર પશ્વિમ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.જે.વાળાએ સુદાની નાગરીક સાથે અંગ્રેજી ભાષામાં વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, અમદાવાદથી આબુરોડ ખાતે માધવ યુનિવર્સિટી તેઓના ભાઇ અભ્યાસ કરતા હોઇ તેઓને મળવા જતાં હતા.

આ દરમ્યાન તેઓ ૧૧ કલાકે એરોમાં સર્કલ પાલનપુર ખાતે ઉતર્યા હતા. ત્યાં તેમની બેગ કે જેમાં લેપટોપ અને અગત્યના દસ્તાવેજો હતા તે બેગ ક્યાંક ગુમ થઇ ગઇ હતી. જેથી પોલીસે શહેરમાં લગાવેલ સીસીટીવી ફુટેજની મદદ મેળવી નાગરિકને સાથે રાખી લેપટોપ તથા અગત્યના દસ્તાવેજો વાળી બેગ શોધી કાઢી આજે પરત આપેલ છે.