પાલનપુરઃ તમાકું નિયંત્રણ અંગે આઇ.ટી.આઇમાં ‘‘યલો લાઇન’’ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાલનપુર ડિસ્ટ્રીક્ટ કન્સલટન્ટ ટોબેકો કંટ્રોલ અને એપેડમીક મેડીકલ ઓફિસર, પાલનપુર દ્વારા જણાવાયું છે કે, દેશમાં આજે 120 મિલિયન લોકો તમાકુંનું સેવન કરે છે. અને તેમાંથી 10 મિલિયન લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. ભારત સરકાર દ્વારા વર્ષ-2003માં તમાકુંથી થતી બિમારીઓ અને તેને રોકવા માટે COTPA એક્ટ કાયદો બનાવવામાં આવ્યો છે. રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ
 
પાલનપુરઃ તમાકું નિયંત્રણ અંગે આઇ.ટી.આઇમાં ‘‘યલો લાઇન’’ કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, પાલનપુર

ડિસ્ટ્રીક્ટ કન્સલટન્ટ ટોબેકો કંટ્રોલ અને એપેડમીક મેડીકલ ઓફિસર, પાલનપુર દ્વારા જણાવાયું છે કે, દેશમાં આજે 120 મિલિયન લોકો તમાકુંનું સેવન કરે છે. અને તેમાંથી 10 મિલિયન લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. ભારત સરકાર દ્વારા વર્ષ-2003માં તમાકુંથી થતી બિમારીઓ અને તેને રોકવા માટે COTPA એક્ટ કાયદો બનાવવામાં આવ્યો છે. રાષ્ટ્રીય તમાકું નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની ઔધોગિક તાલીમ સંસ્થા વડગામ અને આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત બનાસકાંઠા તથા ફેઇથ ફાઉન્ડેશન વડોદરાના સંયુક્ત ઉપક્રમે યલો લાઇન કેમ્પઇનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જેમાં COTPA એકટ-2003 સેક્શન-6 (બી) મુજબ કોઇપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ 100 વાર ત્રિજ્યામાં તમાકું અથવા તમાકુંની બનાવટોના વેચાણ પર પ્રતિબંધના કાયદાના સખત અમલીકરણ માટે શૈક્ષણિક સંસ્થાની 100 વાર ત્રિજ્યાએ ‘‘યલો લાઇન’’ દોરી તમાકું મુક્ત ચિન્હ બનાવવામાં આવ્યું હતું.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ગુજરાત રાજયમાં બનાસકાંઠા જિલ્લો ‘‘યલો લાઇન’’ અંતર્ગત 28મો જિલ્લો બન્યો છે. આ ‘‘યલ્લો લાઇન’’ કેમ્પેઇનમાં તમાકુના વપરાશની આડઅસરો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. તથા તમાકું મુક્ત શાળા, ઘર, ગામ, જિલ્લો અને રાજ્યને બનાવવાના શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં વડગામ આઇ.ટી.આઇ.ના આચાર્ય કે. આર. મોઢ, નિલેશ પટેલ, નિરવ સુથાર,જી.એસ.પરમાર,અનિલ રાવલ, કમરઅલી નાંદોલીયા, એમ.એ. ડોડીયા, અક્ષય અગ્નિહોત્રી, ભરતભાઇ તડવી, જગ્નેશ બારીયા, ચિરાગભાઇ સહિત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.