પાલિકા@ભાભર: 90 લાખનો માર્ગ 1 વર્ષમાં જ ખખડધજ, ગેરંટી છતાં રીપેરીંગ અધ્ધરતાલ રહ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર ભાભર નગરપાલિકામાં પારદર્શક વહીવટ છે કે કેમ ? તેવો સવાલ ઉભો કરતી અને આશંકા પ્રબળ કરતી વિગતો સામે આવી છે. માર્કેટયાર્ડ પાસે એક કિલોમીટરથી પણ ઓછી લંબાઈનો પાકો રોડ શરૂઆતના એક જ મહિનામાં ખરાબ થયો હતો. આ દરમ્યાન સત્તાધિન નગરસેવકે રજૂઆત કરી માર્ગની ગુણવત્તા બાબતે સવાલ ઉભા કર્યા હતા. આ
 
પાલિકા@ભાભર: 90 લાખનો માર્ગ 1 વર્ષમાં જ ખખડધજ, ગેરંટી છતાં રીપેરીંગ અધ્ધરતાલ રહ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ભાભર

ભાભર નગરપાલિકામાં પારદર્શક વહીવટ છે કે કેમ ? તેવો સવાલ ઉભો કરતી અને આશંકા પ્રબળ કરતી વિગતો સામે આવી છે. માર્કેટયાર્ડ પાસે એક કિલોમીટરથી પણ ઓછી લંબાઈનો પાકો રોડ શરૂઆતના એક જ મહિનામાં ખરાબ થયો હતો. આ દરમ્યાન સત્તાધિન નગરસેવકે રજૂઆત કરી માર્ગની ગુણવત્તા બાબતે સવાલ ઉભા કર્યા હતા. આ વાતને એક વર્ષ વીતી ગયું ત્યારે માર્ગનો કેટલોક ભાગ ખખડધજ થઈ ગયો છે. હકીકતમાં આ માર્ગ 90 લાખના ખર્ચે તૈયાર કર્યો અને નિયમો મુજબ ગેરંટી પિરીયડ પણ ચાલી રહ્યો છે. જોકે રિપેરિંગ નહિ કરતાં હોવાથી પારદર્શક વહીવટ શંકાસ્પદ બન્યો છે. આ સાથે વાહનચાલકો પણ માર્ગ પર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

પાલિકા@ભાભર: 90 લાખનો માર્ગ 1 વર્ષમાં જ ખખડધજ, ગેરંટી છતાં રીપેરીંગ અધ્ધરતાલ રહ્યું

બનાસકાંઠા જિલ્લાની ભાભર નગરપાલિકા દ્વારા સરેરાશ જુન 2020 દરમ્યાન ભાભર માર્કેટયાર્ડથી થરા તરફ જતાં માર્ગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સરેરાશ અડધા કિલોમીટરનો આરસીસી માર્ગ સરેરાશ 90 લાખના ખર્ચે તૈયાર કર્યો હતો. જોકે ગણતરીના દિવસોમાં માર્ગ ઉપર ખાડા પડી જતાં તત્કાલીન નગરસેવક રાઠોડ વનરાજસિંહે ઓગસ્ટ 2020માં લેખિત રજૂઆત કરી માર્ગની ગુણવત્તા ખરાબ હોવા બાબતે ચીફ ઓફિસર અને પ્રમુખને પત્ર લખ્યો હતો. આ વાતને હવે એક વર્ષથી પણ વધુ સમય વીતી ગયો અને ત્યારથી લઈ અત્યાર સુધી માર્ગની હાલત વધુ ખરાબ થઇ છે. એક વર્ષમાં માર્ગ ઉપર કપચી પણ દેખાઇ આવી અને ક્યાંક માર્ગનું અસ્તિત્વ પણ ગાયબ થઈ ગયું છે. આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર નિનામાબેનને પૂછતાં જણાવ્યું હતું કે, ગેરંટી પિરીયડ હેઠળ હોવાથી રીપેરીંગ થશે. જોકે આ તરફ રજૂઆત કરનાર અને પૂર્વ નગરસેવક વનરાજસિંહે જણાવ્યું કે, રજૂઆત કર્યાને એક વર્ષ થયું પણ આજસુધી માર્ગ રીપેર કર્યો નથી. આવી સ્થિતિમાં પાલિકાના પારદર્શક વહીવટ વિરુદ્ધ ગંભીર સવાલો ઉભા થયા છે.

પાલિકા@ભાભર: 90 લાખનો માર્ગ 1 વર્ષમાં જ ખખડધજ, ગેરંટી છતાં રીપેરીંગ અધ્ધરતાલ રહ્યું

સૂત્રોએ જણાવ્યું હતું કે, એક કિલોમીટરથી પણ ઓછી લંબાઈના માર્ગ પાછળ સરેરાશ 90 લાખ ખર્ચવા છતાં આજે વાહનચાલકો પરેશાન છે. હાલની સ્થિતિએ માર્ગના દ્રશ્યો જોતાં ખખડધજ બની ગયાનું સામે આવ્યું છે. જો ગેરંટી પિરીયડ હેઠળ છે તો કેમ રજૂઆત બાદ અને અત્યાર સુધી રીપેરીંગ નથી કર્યો? શું માર્ગની હાલની સ્થિતિથી ચીફ ઓફિસર અજાણ હશે? માર્ગના રીપેરીંગ બાબતે તત્કાલીન કોન્ટ્રાક્ટરને સુચના અપાઇ છે કે કેમ? આ તમામ સવાલો ભાભર નગરપાલિકાની પારદર્શકતા બાબતે અત્યંત મહત્વપૂર્ણ બન્યા છે. જોકે સૌથી મોટી વાત એ પણ છે કે પાલિકામાં સત્તા ભાજપની અને અગાઉના રજૂઆતકર્તા ભાજપના જ નગરસેવક છતાં માર્ગની ગુણવત્તા અને વહીવટી બાબતો આશંકા ઉભી કરી રહી છે.