પાલિકા@ધાનેરા: કોંગ્રેસે 6 મતોથી ભાજપને હરાવ્યા, પ્રમુખ પદ જાળવી રાખ્યું

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) ધાનેરા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી ભારે ગરમાગરમી વચ્ચે યોજાઇ હતી. પ્રમુખ માટેના જંગમાં કોંગ્રેસના ઉમેદવારે 6 મતોથી ભાજપને મ્હાત આપી છે. લઘુમતી સમાજના યુસુફખાન પાલિકા પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા છે. ધાનેરા નગરપાલિકાની પ્રમુખ માટેની ચૂંટણીમાં બે ફોર્મ ભરાયા હતા. ભાજપમાંથી જબરાજી રાજપૂત અને કોંગ્રેસમાંથી યુસુફખાન બેલીમે પ્રમુખ બનવા ઉમેદદારી નોંધાવી હતી. જેમાં
 
પાલિકા@ધાનેરા: કોંગ્રેસે 6 મતોથી ભાજપને હરાવ્યા, પ્રમુખ પદ જાળવી રાખ્યું

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી)

ધાનેરા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી ભારે ગરમાગરમી વચ્ચે યોજાઇ હતી. પ્રમુખ માટેના જંગમાં કોંગ્રેસના ઉમેદવારે 6 મતોથી ભાજપને મ્હાત આપી છે. લઘુમતી સમાજના યુસુફખાન પાલિકા પ્રમુખ તરીકે ચૂંટાઇ આવ્યા છે.

પાલિકા@ધાનેરા: કોંગ્રેસે 6 મતોથી ભાજપને હરાવ્યા, પ્રમુખ પદ જાળવી રાખ્યું

ધાનેરા નગરપાલિકાની પ્રમુખ માટેની ચૂંટણીમાં બે ફોર્મ ભરાયા હતા. ભાજપમાંથી જબરાજી રાજપૂત અને કોંગ્રેસમાંથી યુસુફખાન બેલીમે પ્રમુખ બનવા ઉમેદદારી નોંધાવી હતી. જેમાં કોંગ્રેસના યુસુફખાન બેલીમને 17 જ્યારે ભાજપના ઉમેદવાર જબરાજી રાજપૂતને 11 મત મળ્યા હતા. 6 વોટથી મ્હાત આપતા ચુંટણી અધિકારી દ્વારા કોંગ્રેસના ઉમેદવાર યુસુફખાન બેલીમને પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

લઘુમતી સમાજમાંથી ધાનેરા પાલિકા પ્રથમ પ્રમુખ બન્યા હોવાની સૌપ્રથમ ઘટના હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે રહેશે ત્યારે ધાનેરા શહેરના સળગતા પ્રશ્નો કેવી રીતે ઉકેલશે તેના ઉપર નજર બની છે.