પાલિકા@પાલનપુર: કોંગ્રેસી સભ્યોની ગેરહાજરી વચ્ચે સામાન્ય સભા યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર કોરોના મહામારી વચ્ચે આજે વિપક્ષી સભ્યોની ગેરહાજરી વચ્ચે સામાન્ય સભા યોજાઇ હતી. અગાઉ શહેર કોંગ્રેસે કોરોનાને લઇ સામાન્ય સભા નહિ યોજવા કલેક્ટરને પત્ર લખ્યો છે. જોકે આજે પાલનપુર પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઇ હતી. સભામાં પાલિકાના પૂર્વ સદસ્ય તુલસીભાઇ લોહાણાના માનમાં મૌન પાળવામાં આવ્યુ હતુ. આ સાથે પાલિકામાં ઠરાવો મુજબ સભાની
 
પાલિકા@પાલનપુર: કોંગ્રેસી સભ્યોની ગેરહાજરી વચ્ચે સામાન્ય સભા યોજાઇ

અટલ સમાચાર, પાલનપુર

કોરોના મહામારી વચ્ચે આજે વિપક્ષી સભ્યોની ગેરહાજરી વચ્ચે સામાન્ય સભા યોજાઇ હતી. અગાઉ શહેર કોંગ્રેસે કોરોનાને લઇ સામાન્ય સભા નહિ યોજવા કલેક્ટરને પત્ર લખ્યો છે. જોકે આજે પાલનપુર પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા યોજાઇ હતી. સભામાં પાલિકાના પૂર્વ સદસ્ય તુલસીભાઇ લોહાણાના માનમાં મૌન પાળવામાં આવ્યુ હતુ. આ સાથે પાલિકામાં ઠરાવો મુજબ સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાલિકા@પાલનપુર: કોંગ્રેસી સભ્યોની ગેરહાજરી વચ્ચે સામાન્ય સભા યોજાઇ

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનુપર ખાતે આજે પાલિકાને સામાન્ય સભા મળી હતી. પાલિકા પ્રમુખ અશોક ઠાકોરના અધ્યક્ષસ્થાને સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચેયોજાયેલી સાધારણ સભાની શરૂઆત વંદે માતરમ ગાનથી કરવામાં આવી હતી. જોકે કોંગ્રેસી સભ્યોની ગેરહાજરી વચ્ચે ઠરાવો મુજબ સભાની કાર્યવાહી શરૂ કરવામાં આવતાં હાજર સભ્યોએ મંજુર કરી હતી.

પાલિકા@પાલનપુર: કોંગ્રેસી સભ્યોની ગેરહાજરી વચ્ચે સામાન્ય સભા યોજાઇ

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અગાઉ પાલનપુર શહેર કોંગ્રેસ દ્રારા આજે યોજાયેલી સામાન્ય સભા મોકૂફ રાખવા કલેક્ટરને પત્ર લખ્યો હતો. આ તરફ આજે સામાન્ય સભા યોજાતાં કોંગ્રેસી સભ્યો ગેરહાજર રહ્યા હતા. આજે યોજાયેલી બેઠકમાં નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ ઠાકોર, ઉપપ્રમુખ હેતલબેન રાવલ, કારોબારી ચેરમેન દશરથસિંહ સોલંકી, ચીફ ઓફિસર સતીષભાઇ પટેલ સહિતના હાજર રહ્યા હતા.