પાલિકા@પાલનપુર: પ્રમુખ સામેની દરખાસ્તમાં થયુ નાટક, વિશ્વાસ યથાવત

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસ મામલે આજે મળેલી બેઠકને અંતે નાટકનો ચિતાર સામે આવ્યો છે. સત્તાધિન ભાજપી પ્રમુખને નજીવી સંખ્યા વચ્ચે કોંગ્રેસી કોર્પોરેટરોને નિષ્ફળતા મળી છે. 17 નગરસેવકો અન્ય સાથીદારોને સહમત નહિ કરી શકતા માત્ર 16 મતે અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થયો છે. ચોક્કસ દોરવણીથી થયેલ અવિશ્વાસ બહુમતી સામે વિશ્વાસમાં તબદિલ થયો હોવાનુ
 
પાલિકા@પાલનપુર: પ્રમુખ સામેની દરખાસ્તમાં થયુ નાટક, વિશ્વાસ યથાવત

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસ મામલે આજે મળેલી બેઠકને અંતે નાટકનો ચિતાર સામે આવ્યો છે. સત્તાધિન ભાજપી પ્રમુખને નજીવી સંખ્યા વચ્ચે કોંગ્રેસી કોર્પોરેટરોને નિષ્ફળતા મળી છે. 17 નગરસેવકો અન્ય સાથીદારોને સહમત નહિ કરી શકતા માત્ર 16 મતે અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થયો છે. ચોક્કસ દોરવણીથી થયેલ અવિશ્વાસ બહુમતી સામે વિશ્વાસમાં તબદિલ થયો હોવાનુ સામે આવ્યુ હતુ. જેનાથી પાલિકા પ્રમુખ સાથી કોર્પોરેટરોના જોરે વન-વે નીકળી ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાલિકા@પાલનપુર: પ્રમુખ સામેની દરખાસ્તમાં થયુ નાટક, વિશ્વાસ યથાવત

બનાસકાંઠા જીલ્લાની પાલનપુર પાલિકા પ્રમુખ વિરૂધ્ધની અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો છે. પાલિકા પ્રમુખ અશોક ઠાકોરને ખુરશી પરથી દૂર કરવા એકસાથે 17 નગરસેવકોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને લઇ આજે મળેલી મીટીંગમાં કુલ 44 નગરસેવકોમાંથી માત્ર 16 વોટ પ્રમુખ વિરૂધ્ધ પડ્યા હતા. આથી સત્તાધિન ભાજપી નગરસેવકોના સહકારે પાલિકા પ્રમુખ વિશ્વાસ જાળવવા સફળ રહ્યા છે. જોકે અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થવાની પ્રબળ સંભાવના છતાં દોડધામ કરી તેને લઇ રાજકીય નાટક સહિતની ચર્ચા વધી ગઇ છે.